ગુજરાત

gujarat

ETV Bharat / city

કેશોદ નગરપાલિકાના વોર્ડ નં.3માં ભાજપનાં ઉમેદવાર બિનહરીફ વિજેતા - ગુજરાત ચૂંટણી

જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવાર વીરાભાઇ સિધવ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેતા વીરાભાઇ સિધવ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

કેશોદ નગરપાલિકાનાં વોર્ડ નં.3માં ભાજપનાં ઉમેદવાર બિનહરીફ વિજેતા
કેશોદ નગરપાલિકાનાં વોર્ડ નં.3માં ભાજપનાં ઉમેદવાર બિનહરીફ વિજેતા

By

Published : Feb 17, 2021, 5:13 PM IST

  • કેશોદ નગરપાલિકામાં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ વિજેતા
  • વોર્ડ નંબર 3નાં ઉમેદવાર વીરાભાઇ સિંધવ બિનહરીફ વિજેતા જાહેર
  • વિજયના ઉન્માદમાં ભાજપના કાર્યકરોએ તમામ ગાઈડલાઈનનો કર્યો ભંગ

જૂનાગઢ: જિલ્લાની કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના એક ઉમેદવાર વીરાભાઇ સિંધવ આજે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. બોર્ડ નંબર 3માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ તેમનું ફોર્મ પરત ખેંચતા વીરાભાઇ સિંધવ ચૂંટણી જંગ પહેલા જ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

કેશોદ નગરપાલિકાનાં વોર્ડ નં.3માં ભાજપનાં ઉમેદવાર બિનહરીફ વિજેતા
વિજેતા ઉમેદવાર સહિત ભાજપના કાર્યકરોએ જીતની ખુશીમાં કર્યો નિયમોનો ભંગબિનહરીફ ચૂંટણી જીતી ગયેલા ભાજપના ઉમેદવાર અને તેના કાર્યકરોએ જીતના ઉન્માદમાં ચૂંટણી પંચ દ્વારા ગાઈડલાઈનો આપવામાં આવી હતી, તેનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. ઉમેદવાર સહિત તમામ કાર્યકરો માસ્ક વગર જોવા મળતા હતા તેમજ સામાજિક અંતરનો પણ ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. વધુમાં વિજેતા થયેલા ઉમેદવારે જાહેરમાં રૂપિયા ઉડાવીને જાણે કે જીતનો ઉત્સાહ ઉન્માદમાં બતાવવા માંગતા હોય તે પ્રકારે જાહેર માર્ગ પર ચલણી નોટો વરસાવીને ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશોનો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details