ગુજરાત

gujarat

ETV Bharat / city

BJP Advertising On Government Wall: સરકારી દીવાલો પર પ્રચાર કરીને ખુદ ભાજપ સરકાર કરી રહી છે કાયદાનો ભંગ - રાજકીય પક્ષો ગુજરાત

ભાજપ દ્વારા સરકારી ઇમારતની દીવાલો પર પક્ષનું ચૂંટણી ચિન્હ (BJP Advertising On Government Wall) કમળ દોરીને કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ જણાવ્યું હતું કે સત્તાસ્થાને બેઠેલા વ્યક્તિએ કાયદાનું પાલન કરીને લોકોમાં ઉદાહરણ પુુરું પાડવું જોઇએ.

BJP Advertising On Government Wall: સરકારી દીવાલો પર પ્રચાર કરીને ખુદ ભાજપ સરકાર કરી રહી છે કાયદાનો ભંગ
BJP Advertising On Government Wall: સરકારી દીવાલો પર પ્રચાર કરીને ખુદ ભાજપ સરકાર કરી રહી છે કાયદાનો ભંગ

By

Published : Mar 31, 2022, 4:14 PM IST

જૂનાગઢ: ભાજપ દીવાલો પર પક્ષના પ્રતીક કમળના ચિત્રાંકન (BJP Advertising On Government Wall)ને લઈને હવે મામલો ચર્ચાના એરણ પર ચડતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરની સરકારી મિલકતો (Government properties of Junagadh city) પર ભાજપના ચૂંટણી ચિન્હ કમળને દોરવામાં આવ્યું છે. સમગ્ર મામલાને લઈને Etv Bharatએ જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી કિરીટ સંઘવી સાથે વાતચીત કરી હતી. કાયદા દ્વારા આ પ્રકારની જાહેરાતને લઈને કેટલી છૂટછાટો આપવામાં આવી છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

દિવાલો પર જોવા મળ્યું કમળ

સત્તામાં બેઠેલો રાજકીય પક્ષ ખુદ કાયદાનો ભંગ કરી રહ્યો છે- ભાજપ કાયદો અને સરકારી નિયમોનો ભંગ (Violation of government rules By BJP) કરી રહી હોવાનું સામે આવ્યું છે. ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ જણાવ્યું કે, સત્તા સ્થાને બેઠેલા વ્યક્તિએ કાયદાનું પાલન કરીને અન્ય લોકોમાં ઉદાહરણ પુરૂં પાડવું જોઈએ, પરંતુ સત્તાપક્ષમાં બેઠેલો રાજકીય પક્ષ ખુદ કાયદાનો ભંગ કરી રહ્યો છે. જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ Etv Bharat સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, કાયદા દ્વારા સ્થાપિત આ દેશ કાયદા દ્વારા ચાલી રહ્યો છે.

આ પણ વાંચો:Election Campaign in Bhavnagar: ભાજપ કોંગ્રેસના ડિજિટલ પ્લેટફોર્મ પર ચૂંટણીના ભણકારા, બંનેની સ્થિતિ જાણો

સરકારે આદર્શ ઉદાહરણ પુરું પાડવું જોઇએ- તેમણે જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ, રાજકીય પક્ષ (Political parties Gujarat) કે સંસ્થા સરકારી ઇમારત પર પોતાની રાજકીય કે અન્ય જાહેરાતો ક્યારેય પણ ન કરી શકે તેવું કાયદામાં સ્પષ્ટ નિર્ધારિત કરેલું છે. વધુમાં કિરીટ સંઘવી જણાવી રહ્યા છે કે, સત્તા સ્થાને બેઠેલા સરકાર કે રાજકીય પક્ષ કે સંસ્થાઓએ કાયદાના નિયમનું પ્રથમ અમલ અને પાલન કરીને અન્ય લોકો કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થાને માન-સન્માન આપે તેવું આદર્શ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

આ પણ વાંચો:Surat AAP Corporators Resign: આપના 5 કોર્પોરેટરોએ ઝાડું છોડી કમળ પકડ્યું

સરકારી ઇમારતોને રાજકીય અખાડો બનતા અટકાવવી જોઇએ-તેમણે કહ્યું કે, ખુદ સરકાર જ કાયદાનો છડેચોક ભંગ કરીને સરકારી ઇમારત પર પોતાનો રાજકીય પ્રચાર કરી રહી છે. આ કાયદાની બિલકુલ વિરુદ્ધ છે અને આ પ્રકારની હરકત કરતા પૂર્વે કોઈપણ રાજકીય પક્ષોએ ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરીને સરકારી ઈમારતો (Government buildings In Gujarat)ને રાજકીય અખાડો બનતા પણ અટકાવવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details