જૂનાગઢ: આજે ઉતરાયણના તહેવાર (Festival of Uttarayan)દરમિયાન પતંગની દોરીમાં આવી જતા શહેરમાં 6થી વધુ પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ(Birds were injured by kite's string) થયા હતા, ઉત્તરાયણનો તહેવાર પક્ષીઓ માટે મોતનો તહેવાર ગણાતો હોય છે. પતંગ પ્રેમીઓની પતંગ ચગાવવાની મજા પક્ષીઓ માટે મોતની સજા બની રહી છે, શહેરમાં વહેલી સવારથી આકાશમાં પતંગનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર માટે જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, તે કેન્દ્રોમાં હાલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.
જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી