- જૂનાગઢમાં ધર્મની આરાધના અને યોગની સાધના કરતાં સંતની India Book of World Records માં લીધી નોંધ
- સાતમા યોગ દિવસે સૌથી લાંબો સમય પદ્માસન અને શીર્ષાસનમાં રહેવા માટે સન્માનિત કરાયાં
- ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ પદ્માસન અને શીર્ષાસન માટે બિડલાદાસ બાપુને એવોર્ડથી નવાજ્યાં
જૂનાગઢઃ મૂળ પંજાબના અને પાછલા કેટલાય વર્ષોથી ભવનાથમાં આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં ધર્મની આરાધના અને યોગની સાધના બિડલાદાસ બાપુ વર્ષોથી કરી રહ્યાં છે. ધર્મની સાથે યોગને મહત્ત્વ આપતા બિડલાદાસ બાપુએ સાતમા યોગ દિવસે બે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. જેની નોંધ India Book of World Records દ્વારા પણ લેવામાં આવી છે. આજે ભવનાથના સાધુ સંતો મહંતો અને લોકોની હાજરીમાં બિડલા દાસ બાપુને ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ સન્માનિત કર્યાં હતાં.
સૌથી લાંબો સમય શીર્ષાસન અને પદ્માસનમાં રહેવા માટે કરાયા સન્માનિત
બિડલાદાસ બાપુ યોગમાં પણ પારંગત બની ગયા છે. તેઓ 2021ના સાતમા યોગ દિવસે શીર્ષાસનમાં સતત એક કલાક સુધી રહ્યાં હતાં જેની નોંધ ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડે લીધી છે. અત્યાર સુધી શીર્ષાસનમાં એક કલાક જેટલો સમય સતત અગાઉ કોઈ પણ સાધકે પસાર કર્યો નથી જેને લઇને તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વધુમાં બિડલાદાસ બાપુએ પદ્માસનમાં પણ 2 કલાક અને ૪૫ મિનિટ સુધી સતત બેઠાં હતાં જેની નોંધ પણ India Book of World Records લીધી છે અને તેના માટે પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.