ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી ભવનાથના ગોરખનાથ આશ્રમમાં ભાગવત કથાનો થયો પ્રારંભ - Gir Girnath

આજે (રવિવાર)થી ગરવા ગઢ ગિરનારની ગોદમાં આવેલા ગુરુ ગોરખનાથ આશ્રમમાં ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાના વ્યાસપીઠેથી ભાગવત કથાનો શુભ આરંભ કરવામાં આવશે. આજે સવારે ભવનાથ મહાદેવ મંદિર માંથી ભાગવત ગીતાની ધાર્મિક પૂજાવિધિ સાથે પોથી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભવનાથ મંદિરના સાધુ-સંતો અને ભાવિ ભક્તો જોડાયા હતા.

girnar
આજથી ભવનાથના ગોરખનાથ આશ્રમ મા ભાગવત કથાનો થયો પ્રારંભ

By

Published : Jul 11, 2021, 5:33 PM IST

  • ભાગવત કથાકાર રમેશ ઓઝાની વ્યાસપીઠેથી ભવનાથમાં ભાગવત કથાનો પ્રારંભ
  • વહેલી સવારે ભવનાથ મંદિરથી પોથીયાત્રાનું કરાયું સ્વાગત
  • પોથીયાત્રામાં ભવનાથ મંડળના સાધુ-સંતો અને ભાવી ભક્તોએ આપી હાજરી


જૂનાગઢ: આજ(રવિવાર) થી ગરવા ગઢ ગિરનારની ગોદમાં આવેલા ગુરુ ગોરખનાથ આશ્રમમાં ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાના વ્યાસપીઠે થી ભાગવત કથાનો શુભ પ્રારંભ થશે, જેને લઇને આજે સવારે ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાંથી પોથીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભક્તો રહ્યા હાજર

પોથીયાત્રમાં કથાકાર રમેશભાઇ ઓઝા શેરનાથબાપુ હરિહરાનંદ બાપુ મુકતાનંદ બાપુ સહિત મોટી સંખ્યામાં ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો મહંતો અને મોટી સંખ્યામાં હરિ ભક્તોએ ભાગ લીધો હતો. વાંજતે ગાજતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભવનાથ મહાદેવ મંદિરથી નીકળેલી પોથીયાત્રા કથા સ્થળ સુધી ધાર્મિક આસ્થા અને એખલાસના વાતાવરણ સાથે પહોંચી હતી.

આ પણ વાંચો : અવનારું વર્ષ સુખ-સમૃદ્ધિ આપનારું નીવડે તે માટે રાજ્યપ્રધાન પાટકરે સરપંચો સાથે કર્યું સમૂહ લક્ષ્મી પૂજન

કોરોના ગાઈડલાઈનનુ પાલન

ગોરખનાથ આશ્રમમાં ભાગવત કથાનું આયોજન થયું છે, જેમાં કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તે મુજબ માત્ર આમંત્રિત અને તે પણ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં શ્રોતાઓને હાજરીની વચ્ચે કથા શ્રવણનો કાર્યક્રમ શરૂ રાખવામાં આવશે. આમંત્રિત મહેમાનો શિવાય કોઈપણ વ્યક્તિને કથા સ્થળ પર જવાની પરવાનગી આપવામાં આવી નથી. કોરોના સંક્રમણને કારણે સરકારે જે ગાઈડ લાઈન નક્કી કરી છે, તે મુજબ આ કથાનું આયોજન થયું છે અને સમગ્ર કથાની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના નીતિ નિયમો પાળવાની સાથે કથાને પૂર્ણાહુતિ તરફ આગળ લઈ જવામાં આવશે.

આ પણ વાંચો : કોરોનાને નાથવા ભગવાનનું શરણ: નવસારીમાં પોલીસ વિભાગે સત્યનારાયણની કથા કરી

ABOUT THE AUTHOR

...view details