ગુજરાત

gujarat

ETV Bharat / city

નૌકા વિહાર કરાવીને જળજીલણી એકાદશીનો ઉત્સવ ઉજવાયો - bhadarva sud Agiyaras Puja

જૂનાગઢમાં ભાદરવા સુદ એકાદશીના દિવસે જળજીલણી ઉત્સવ (Jal Jhilani Utsav in Junagadh) મનાવવામાં આવી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણને નૌકા વિહાર કરાવીને જળજીલણી એકાદશીનો ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે. તેમાં ગામડાઓના લોકો પગપાળા આવીને આજના ઉત્સવમાં ભાવ ભર્યો ભાગ લે ધન્ય થાય છે. (bhadarva sud Agiyaras Lord Swaminarayan)

નૌકા વિહાર કરાવીને જળજીલણી એકાદશીનો ઉત્સવ ઉજવાયો
નૌકા વિહાર કરાવીને જળજીલણી એકાદશીનો ઉત્સવ ઉજવાયો

By

Published : Sep 7, 2022, 10:32 AM IST

Updated : Sep 7, 2022, 4:40 PM IST

જૂનાગઢઆજેપરંપરાગત રીતે ભાદરવા સુદ એકાદશીના પવિત્ર દિવસે જળજીલણી ઉત્સવ (Jal Jhilani Utsav in Junagadh) મનાવવામાં આવી રહ્યો છે, જેમાં ખુબ મોટી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉમટી પડયા હતા. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણને નૌકા વિહાર કરાવીને જળજીલણી એકાદશીનો ઉત્સવ ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે. (bhadarva sud Agiyaras)

ભાદરવા શુદ અગિયારસ એટલે કે જળજીલણીનો મહોત્સવ

હરિભક્તોનો લીધો ભાવ સાથે ભાગ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભાદરવા સુદ એકાદશીના છેલ્લા ઘણા વર્ષથી જળજીલણી ઉત્સવ ધાર્મિક પરંપરા મુજબ મનાવવામાં આવતો રહ્યો છે, ત્યારે આજે ફરી એક વખત મચ્છુન્દ્રી નદીના કાંઠે ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણને નદીમાં નૌકા વિહાર કરાવીને જળજીલણી એકાદશીની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં (Swaminarayan Puja Jal Jhilani Utsav) ગામડાઓના લોકો પગપાળા આવીને આજના ઉત્સવમાં ભાગ લઈને ઘનશ્યામ મહારાજની પૂજા કરી તેમની જાતને ધન્ય કરી હતી.

જળજીલણી એકાદશીનો ઉત્સવ

ઘનશ્યામ મહારાજની પૂજાનું છે મહત્વજળજીલણી મહોત્સવનું સ્વામિનારાયણ ધર્મમાં આગવું મહત્વ છે, આ ઉત્સવ મનાવવા પાછળ સામાજિક ધારણા આજે પણ જોવા મળે છે. ચોમાસા દરમિયાન નદી અને સરોવરમાં જે નવું નીર આવ્યું હોય તેના વધામણા અને ગત વર્ષના જુના નીરને આદર સાથે વિદાય આપવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણ સુખસૈયા પર વિરામ કરતા હોય છે, ત્યારે તે પડખું ફેરવે છે જેને કારણે આજના દિવસે ભગવાન સ્વામિનારાયણને પવિત્ર નદીના જળથી અભિષેક કરીને (Jal Jhilani Utsav 2022) નૌકા વિહાર કરવાની ધાર્મિક પરંપરા છે.

જળજીલણી એકાદશીનો ઉત્સવ

ભગવાનની પવિત્ર સ્નાન વિઘીના દર્શન ભગવાનના જલાભિષેક બાદ ચોમાસા દરમિયાન આવેલું નવું નીર સમગ્ર લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં આવે તેવા ધાર્મિક હેતુ સાથે આજે જળજીલણી એકાદશી ઉજવવામાં આવી હતી. જળજીલણી એકાદશીના પવિત્ર દિવસે આજે ભગવાન સ્વામિનારાયણને જળાભિષેક સાથે નૌકા વિહાર કરતા જોઈને હજારો ભક્તો ભાવવિભોર થયા હતા. તેમજ તેમના પરિવાર પર સ્વામિનારાયણ ભગવાન તેમની કૃપા દ્રષ્ટિ રાખે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. bhadarva sud Agiyaras Lord Swaminarayan, Nauka Vihar to Swaminarayan, bhadarva sud Agiyaras Puja

Last Updated : Sep 7, 2022, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details