- જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળે છે બાહુબલી સમાન યુવક
- 60 કિલો વજનની બોરી દાંતોથી ઉચકીને કરી રહ્યું છે સૌને અચંબિત
- આર્મીમાં પસંદ ન થતા યુવાન વળ્યો બોડી બિલ્ડિંગના માર્ગે
જૂનાગઢ: કેશોદમાં પણ બાહુબલી જેવી પ્રતિભા ધરાવતો એક યુવાન જોવા મળે છે. નાનપણથી ભારતીય સેનામાં જોડાવાની ઇચ્છા રાખતો સાગર ચૌહાણ નામનો યુવાન શરીર પર ટેટુ હોવાને કારણે ભારતીય સેનામાં પસંદ થયો ન હતો. ત્યારબાદ આ યુવાન બોડી બિલ્ડિંગના માર્ગે વળ્યો છે અને બાહુબલીની જેમ અંગ કસરતના સ્ટંટ કરીને સૌ કોઈને અચંબિત પણ કરી રહ્યો છે. આ યુવાન પાછલા 12 વર્ષથી બોડી બિલ્ડિંગ અને કસરત કરીને આજે અંગ કસરત થકી સૌને એક વખત વિચારતા કરી મૂકે તેવા સ્ટંટ કરે છે. તેમજ કેશોદ શહેરમાં બાહુબલીના ઉપનામથી જાણીતો બન્યો છે.
આ પણ વાંચો:ડીસાના યુવાનનો ચાર સેકંડમાં સાફો બનાવવાનો રેકોર્ડ, ગીનીસ બુકમાં મેળવ્યું સ્થાન