- જૂનાગઢની બહાઉદ્દીન કોલેજને રક્ષિત સ્મારકો માં સામેલ કરવામાં આવી
- 100 વર્ષ કરતાં પણ વધુ જૂની બહાઉદ્દીન કોલેજ શિક્ષણની સાથે સ્થાપત્યનું છે અજોડ ઉદાહરણ
- કોલેજમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ પણ કોલેજને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાતા થયા રાજી
જૂનાગઢ: જિલ્લામાં આવેલી અને વર્ષ 1900ની સાલથી સતત કાર્યરત એવી બહાઉદીન કોલેજને ભારતના રક્ષિત સ્મારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી જૂની બીજા નંબરની કોલેજ રક્ષિત સ્મારક જાહેર થતાં આ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ખૂબ જ ખૂશ જોવા મળી રહ્યા છે. ગુલામ ભારતમાં જૂનાગઢના નવાબે શિક્ષણની જ્યોત સતત પ્રજ્વલિત રહે તે માટેનો પ્રયાસ કર્યો અને જૂનાગઢમાં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની જેતે સમયની બીજા નંબરની સૌથી મોટી કોલેજ સ્થાપવામાં આવી હતી ,જે આજે સો વર્ષ કરતાં પણ વધુ વર્ષથી સતત શિક્ષણની જ્યોત ફેલાવી રહી છે.
આ પણ વાંચો : રાજસ્થાનના બુંદીમાં વરસાદની તબાહી, મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 7 સભ્યો જીવતા દટાયા