- આજે શરદ પૂનમના પાવન પર્વે મરાઠી પરિવારો પહોંચ્યા ગિરનાર
- ગિરનાર પર બિરાજતા ગુરુદત્ત મહારાજની ચરણપાદુકા ના દર્શન માટે પહોંચ્યા
- મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજ ને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજતા આવ્યા છે
જૂનાગઢ : આજે બુઘવારે શરદ પૂનમનો પાવન પર્વ છે ત્યારે વર્ષોથી મરાઠી પરિવારો પૂનમના દિવસે ગિરનાર પર્વત પર બિરાજતા ગુરુદત્ત મહારાજની ચરણ પાદુકાના પૂજન માટે આવી રહ્યા છે. મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજમાં ખૂબ જ આસ્થા અને વિશ્વાસ પણ ધરાવે છે ત્યારે પૂનમના દિવસે પ્રત્યેક મરાઠી પરિવાર ગુરુદત્ત મહારાજના દર્શન કરવાને લઇને ભારે ઉત્સાહિત હોય છે ત્યારે આજે ગિરનાર પર્વત પર પૂનમના દિવસે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજની ચરણપાદુકાના દર્શન કરવા માટે જૂનાગઢ પહોંચ્યા છે.
શરદ પૂનમના પાવન પર્વે મરાઠી પરિવારોએ ગિરનાર પર બિરાજતા ગુરુદત્ત મહારાજની ચરણપાદુકાના કર્યા દર્શન મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજને ઇષ્ટદેવ તરીકે માને છે
મરાઠી પરિવારોમાં ગુરુદત્ત મહારાજ ઈષ્ટદેવ તરીકે પૂજાય રહ્યા છે ત્યારે તેમના દર્શન અને પૂજન કરવાનું વિશેષ મહત્વ મરાઠી પરિવારોમાં આજે પણ જોવા મળે છે. દર પૂનમના દિવસે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગુરુદત્ત મહારાજના દર્શન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે બાર પુનમ પૈકી શ્રેષ્ઠ ગણાતી શરદ પૂનમના દિવસે મોટી સંખ્યામાં ગુરુદત્ત મહારાજના સેવકો અને ભક્તો ગિરનાર પર્વત પર બિરાજતા ગુરુદત્ત મહારાજની ચરણ પાદુકાના પૂજન કરવા માટે આવી રહ્યા છે અને પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- ભારત બૌદ્ધ સમાજનું આસ્થા કેન્દ્ર
આ પણ વાંચો : લખીમપુર હિંસાના રિપોર્ટની ઢીલાસ બદલ યુપી સરકારને સુપ્રિમનો ઠપકો, 26 ઓક્ટોબરે થશે સુનાવણી