ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે ગાંધી જયંતિ ના પાવન પ્રસંગે જૂનાગઢના ચિત્રકારે આપી રાષ્ટ્રપિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ - ચિત્રકાર વિનોદ રતનપરા

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે. ત્યારે, જૂનાગઢ ના ચિત્રકાર વિનોદ રતનપરા એ પોતાની કલા અને કલર ના માધ્યમથી બાપુ ને તેમના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્ર ને લગતા તહેવારો ને લઈને ચિત્રકાર વિનોદ રતનપરા પોતાની કલાના માધ્યમથી રાષ્ટ્ર શક્તિ ઉજાગર થાય તે માટે પોતાની ચિત્ર કલાના માધ્યમથી પ્રયાસ કરી રહ્યા છે. જેમાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી પ્રસંગે ચિત્ર કલાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પી છે.

આજે ગાંધી જયંતિ ના પાવન પ્રસંગે જૂનાગઢના ચિત્રકારે આપી રાષ્ટ્રપિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ
આજે ગાંધી જયંતિ ના પાવન પ્રસંગે જૂનાગઢના ચિત્રકારે આપી રાષ્ટ્રપિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ

By

Published : Oct 2, 2021, 9:55 AM IST

Updated : Oct 2, 2021, 10:04 AM IST

  • આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢના ચિત્રકારે બાપુને અર્પી અનોખી શ્રદ્ધાંજલિ
  • પોતાની કલાના માધ્યમથી બાપુ ના ચિત્ર નુ પીપળના પાન પર ચિત્રાંકન કરીને અર્પી શ્રદ્ધાંજલિ
  • ચિત્રકાર વિનોદ રતનપરા ધાર્મિક ભાવનાઓ ઉજાગર થાય તે માટે પોતાની ચિત્રકલાનો કરી રહ્યા છે સદુપયોગ

જૂનાગઢ : આજે 2જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે. ત્યારે જૂનાગઢના ચિત્રકાર વિનોદ રતનપરાએ બાપુને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પી છે. વર્ષોથી ચિત્રકલાને જીવનનો મંત્ર બનાવનારા વિનોદ રતનપરાએ પીપળાના પાન પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર બનાવીને બાપુને તેમના 152મી જન્મ જયંતિ પ્રસંગે યાદ કર્યા હતા. મહાત્મા ગાંધી દેશ અને દુનિયાના લોકો માટે આજે પણ પ્રેરણા અને અહિંસાના મજબૂત સ્તંભ સમાન માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં ચિત્રકારે વિશ્વ વિભૂતિ એવા રાષ્ટ્રપિતા બાપુને તેમની જન્મ જયંતિ પ્રસંગે પોતાની કલાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પી છે.

આજે ગાંધી જયંતિ ના પાવન પ્રસંગે જૂનાગઢના ચિત્રકારે આપી રાષ્ટ્રપિતાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ

વિનોદ રાષ્ટ્રીય તહેવારો અને મહા માનવના જીવન પ્રસંગ ને લઈને કરે છે ચિત્રાંકન

વર્ષોથી ચિત્રકલા પ્રત્યે રૂચિ ધરાવનારા વિનોદભાઈ રતનપરા પોતાની ચિત્રકલાને રાષ્ટ્રીય તહેવારો અને મહામાનવના જીવન ચરિત્ર સાથે જોડાયેલા પ્રસંગોને પોતાની ચિત્ર કલાના માધ્યમથી વણી લઈને અનોખી રીતે યાદ કરતા હોય છે. ત્યારે આજે શનિવારે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પોતાની કલાના માધ્યમથી જન્મ જયંતિ પ્રસંગે યાદ કર્યા હતા. વિનોદભાઈએ પોતાની ચિત્રકલાના માધ્યમથી દેશવાસીઓમાં રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન થાય, મહામાનવના જીવનનું મૂલ્ય ફરી એક વખત લોકોના માનસપટ પર છવાઇ જાય અને લોકો ભારતની આ વિશ્વ વિભૂતિઓને કાયમી ધોરણે યાદ કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે પોતાની ચિત્ર કલાના માધ્યમથી કાર્યરત જોવા મળે છે. જેમાં આજે મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી પ્રસંગે ચિત્રકલાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ પણ વાંચો :.. તો આ રીતે બાપુથી 'મહાત્મા' બન્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધી

આ પણ વાંચો :International Non Violence Day : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ

Last Updated : Oct 2, 2021, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details