ગુજરાત

gujarat

By

Published : Jan 23, 2020, 5:00 PM IST

ETV Bharat / city

જૂનાગઢ ખાતે કલા મહાકુંભનું આયોજન, મોટી સંખ્યામાં સ્પર્ધકોએ લીધો ભાગ

જૂનાગઢમાં ગુરૂવારે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ થયો હતો. એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આ કલા મહાકુંભને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આગામી બે દિવસ સુધી બે હજાર કરતાં વધુ કલાકારો તેમની કલાને પાથરીને કલા મહાકુંભને પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કરશે.

ETV BHARAT
જૂનાગઢ ખાતે કલા મહાકુંભ આયોજન

જૂનાગઢ: શહેરમાં ગુરૂવારથી ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. ખેતીવાડી મહાવિદ્યાલયમાં આવેલા ઓડિટોરિયમમાં કલા મહાકુંભને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કલા મહાકુંભમાં અંદાજિત બે હજાર કરતાં વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો છે. જે આગામી બે દિવસ સુધી તેમની કલાનું પ્રદર્શન કરીને લુપ્ત થતી કેટલીક કલાઓને દર્શકો સુધી પહોંચાડી તેને વ્યાપક સમર્થન મળે તે માટેના પ્રયાસો કરશે. ગુરૂવારથી શરૂ થયેલા કલા મહાકુંભને ચાર વય જૂથમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં વિવિધ સ્પર્ધકો તેમની કલાના કામણ દર્શકો સુધી પહોંચાડશે.

જૂનાગઢ ખાતે કલા મહાકુંભ આયોજન

રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજન પાછળ કેટલીક વિસરાતી જતી કલાઓ ફરી સજીવન થાય અને લોકો તેમાં પોતાનો રસ દાખવે તેવા ઉદ્દેશ્યથી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આવા કલાકારોના મેળાવડા સમાન કલા મહાકુંભમાં કેટલીક જાણી-અજાણી કલાઓ પણ ઉજાગર થતી હોય છે, તો કેટલીક કલાઓ જે કેટલાક વિસ્તાર કે સમાજ પૂરતી મર્યાદિત હોય છે તેવી કલાઓને પણ વિશાળ ફલક પર આવવાની તક મળે છે. જેના થકી આપણા પ્રાચીન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે આ ખેલ મહાકુંભ એક વિશાળ ફલક પૂરૂં પાડશે.

જૂનાગઢ ખાતે કલા મહાકુંભ આયોજન

ABOUT THE AUTHOR

...view details