- અક્ષર નિવાસી થયેલા હરિપ્રસાદ સ્વામીના અસ્થિઓનુ કરાયું વિસર્જન
- ગિરનાર તળેટીમાં આવેલા નારાયણ ધરોમાં સ્વામીીના અસ્થિનું કરાયું વિસર્જન
- હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભકતોએ મોટી સંખ્યામાં આપી હાજરી
જૂનાગઢઃ હરિધામ સ્વામિનારાયણ સંસ્થાના સોખડાના (Haridham Sokhda) હરિપ્રસાદ સ્વામી (Hariprasad swami) થોડા મહિનાઓ પૂર્વે અક્ષરનિવાસી થયાં હતાં. એમની ઇચ્છા અનુસાર તેમના અસ્થિઓનું વિસર્જન પવિત્ર ઘાટ અને નદીઓમાં કરવામાં આવે તે મુજબ તેમની પસંદગીનું સ્થળ જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા નારાયણ ધરોમાં આજે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા અને ધાર્મિક પૂજનવિધિ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધજીવન સ્વામી અને પ્રેમ સ્વામીની ઉપસ્થિતિમાં નારાયણ ધરોના (Narayan Dharo)પવિત્ર જળમાં ધાર્મિક વિધિવિધાન અને પૂજન સાથે અસ્થિઓ પ્રવાહિત કરવામાં આવ્યાં હતાં.
હરિપ્રસાદ સ્વામીનો લગાવ ભવનાથમાં આવેલા નારાયણ ધરોમાં વિશેષ જોવા મળતો હતો