- ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવા કેટલા ગામડાના પરિક્રમાર્થીઓ પહોંચ્યા ભવનાથ
- સમય રહેતા ગામડાના પરિક્રમાર્થીઓને પુરતી અને સચોટ માહિતી નહીં મળતા તેઓ પહોંચ્યા ભવનાથ
- ભવનાથ પહોંચેલા ગામડાના પારંપરિક પરિક્રમાર્થીઓ સાથે Etv Bharatએ કરી એક્સક્લુઝિવ વાતચીત
જૂનાગઢ: કારતક સુદ અગિયારસ અને રવિવારની મધ્ય રાત્રીએ ગરવા ગઢ ગિરનાર (Girnar) ની પારંપરિક લીલી પ્રતિકાત્મક પરિક્રમા (lili parikrama 2021) 400 સાધુ- સંતોની હાજરી વચ્ચે યોજાવા જઈ રહી છે. ગામડાના કેટલાક પારંપરિક અને વર્ષોથી પરિક્રમા કરતાં પરિક્રમાર્થીઓ (Pilgrims) શનિવારે પાખી સંખ્યામાં પરિક્રમાના માર્ગ પર જોવા મળ્યા હતા. આ સંખ્યા ખૂબ ઓછી છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ જ પ્રકારે જો પરિક્રમાર્થીઓ માહિતીના અભાવે ભવનાથ (Bhavnath Taleti) તરફ મુકામ કરશે તો આ સંખ્યા ખૂબ જ વધી શકે છે. શનિવારે એકલ દોકલ આઠ- દસ લોકોના સમૂહ પરિક્રમા પથ પર પરિક્રમાર્થીઓ જોવા મળ્યા હતા. આ પરિક્રમાર્થીઓ સાથે Etv Bharatએ એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમા પરિક્રમાર્થિઓએ પોતાની આપવીતી જણાવવાનો પ્રયાસ કર્યો હતો.
1500થી 2000 પરિક્રમાર્થીને પોલીસે અટકાવ્યા
પરિક્રમા કરવા માટે આવેલા 1500થી 2000 જેટલા પરિક્રમાર્થીઓનું આગમન થતા પોલીસ દ્વારા ભવનાથનો રસ્તો બંધ રાખવામાં આવ્યો છે, તેને લઈને પોલીસ અને પરિક્રમાર્થીઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. તેમ છતાં પરિક્રમાર્થીઓ પરિક્રમા રૂટ પર જવાની જીદ કરતા પોલીસે હાલ 1500થી 200 જેટલા પરિક્રમાર્થીઓને ભવનાથ તળેટીમાં અટકાવ્યા છે.