જૂનાગઢ- એક અઠવાડિયા પૂર્વે જૂનાગઢ શહેરમાં સેનામાંથી નિવૃત્ત થયેલું અને જૂનાગઢ મનપાને ભેટના રૂપમાં મળેલું યુદ્ધ વિમાન (Army Retired Warplane Demonstration in Junagadh )આજે વિવાદમાં ફસાયેલું જોવા મળે છે. જૂનાગઢમાં સેના નિવૃત્ત યુદ્ધ વિમાન નિદર્શન માટે ગાંધી ચોકમાં વિમાનને પ્લેટફોર્મ બનાવીને વિમાન લોકોના નિદર્શન માટે રાખવામાં આવ્યું છે. ભારતીય યુદ્ધ જહાજને કોંક્રિટના પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યું છે ત્યાં ગઇકાલે કાળું એન્જિન ઓઇલ લગાવવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેર આપ દ્વારા વિરોધ નોંધાવાયો આ પણ વાંચોઃ જૂનાગઢમાં યુદ્ધ વિમાન ? JMC એ આ કરી મોટી ભૂલ
આ વિમાનના પ્લેટફોર્મ પર કોઈ પણ વ્યક્તિ ચડીને વિમાન (Army Retired Warplane Demonstration in Junagadh )સાથે ફોટો ખેંચી શકે કેવી વ્યવસ્થા કરાઇ હતી. પરંતુ અચાનક ગઈ કાલે કોન્ક્રીટના પ્લેટફોર્મ પર કાળું અને બળેલું એન્જિન ઓઇલ લગાવી દેવામાં આવ્યું છે. જેને લઇને જૂનાગઢ આમ આદમી પાર્ટીવિરોધ કરવામાં આવી રહ્યો છે.વિમાન પર ઓઈલ લગાવવાને લઈને ખૂબ વિરોધ (Junagadh Aam Aadmi Party protest ) કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ચેતન ગજેરાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ મંદબુદ્ધિના નિર્ણય કરી રહ્યા છે. લોકોની સુવિધા અને મનોરંજન માટે રાખવામાં આવેલા પ્લેન નજીક લોકો ન જઈ શકે તેના માટે આવા કાળા કારનામા કરીને લોકોની મનોરંજનની સેવાઓ ખુચવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ જાણો કઇ રીતે આ માનવ લાયબ્રેરીમાં મન અને મગજ બંને થાય છે હળવાંફૂલ?
મનપાનો ખુલાસો સુરક્ષા માટે લગાવ્યું છે કાળું ઓઇલ-જૂનાગઢ કોર્પોરેશન સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણાએ (Haresh Parsana Junagadh Corporation Standing Committee Chairman) ઓઈલ લગાવવાને લઈને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે નુકસાન કરતા અને આવારા તત્વો વિમાનને કોઈ નુકસાન ન કરી જાય તેના માટે કોન્ક્રીટના પ્લેટફોર્મ પર ઓઈલ લગાવવામાં આવ્યું છે. હાલ ગાંધી ચોકમાં રાખવામાં આવેલા આ યુધ્ધ જહાજ (Army Retired Warplane Demonstration in Junagadh ) માટે રાત્રી દરમિયાન ચોકીદારની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દિવસ દરમિયાન ચોકીદાર ન હોવાને કારણે કાળું ઓઈલ ચોકીદારની ભૂમિકા અદા કરીને આવારા અને નુકસાન કરતા તત્વોને જહાજથી દૂર રાખવામાં સફળ રહે. પરંતુ હવે આગામી દિવસોમાં 24 કલાક વિમાનની સુરક્ષા અને જાળવણી થાય તે માટે ચોકીદાર રાખવાનો વિચાર જૂનાગઢ મનપાના સત્તાધીશો કરી રહ્યા છે.