ગુજરાત સરકાર દ્વારા 2018 LRDની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં એક વર્ષથી ST કેટેગરીનું મેરીટ બહાર પાડવામાં આવ્યું નહોતું. ત્યારબાદ અચાનક 1 તારીખના રોજ મેરીટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું હતું.
કેશોદમાં LRD પરીક્ષા મુદ્દે મામલતદારને પાઠવાયું આવેદન પત્ર - કેશોદના તાજા સમાચાર
જૂનાગઢ: લોક રક્ષક દળ ભરતી 2018માં અનુસૂચિત જનજાતિને અન્યાય થવાથી જિલ્લાના કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કેશોદમાં LRD પરીક્ષા મુદ્દે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું
મેરીટમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો હતો. જેથી સમસ્ત રબારી સમાજ દ્વારા કેશોદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી હતી.