- જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પશુધનને કરાય છે ટેગિગ
- ટેગિગથી દૂધ ઉત્પાદન વિયાણ અને પશુધનની પ્રજાતિ વિશે ચોક્કસ માહિતી મળે છે
- ટેગિગ દ્વારા મળતી તમામ માહિતી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પશુધન ઉછેર કેન્દ્રમાં સુરક્ષિત રાખવામાં આવે છે
જૂનાગઢઃ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ( Agriculture University ) દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી દુધાળા પશુઓને ટેગિગ કરવાની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. આ ટેગિગ વ્યવસ્થાથી જે તે દુધાળા પશુઓનું દૂધ ઉત્પાદન ક્ષમતા તેનું વિયાણ અને પશુધન કઈ પ્રજાતિનું છે અને પશુધનની વય કેટલી છે. આ પ્રકારની તમામ માહિતી ટેગિગ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. ટેગિગ દ્વારા મળતી તમામ માહિતી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પશુધન ઉછેર કેન્દ્રમાં સુરક્ષિત રાખવામાં આવે છે. જેનો સંશોધન ક્ષેત્રમાં સમયાંતરે ઉપયોગ થઈ શકે આ ડેટાથી પશુપાલકોને કોઈપણ પ્રકારની તલસ્પર્શી માહિતી પશુધનને લઈને પૂરી પાડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે
પ્લાસ્ટિક અને પિત્તળના ટેગિગનો ઉપયોગ હાલ કરવામાં આવી રહ્યું છે
પશુધનને ટેગિગ કરવા માટે ખાસ પ્રકારના પીતળ અને પ્લાસ્ટિકમાંથી બનાવેલા ટેગિગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ડિજિટ લખવામાં આવતા હોય છે. ડિજિટ થકી પશુની તમામ વિગતો મળી શકે છે. યુનિવર્સિટી દ્વારા પિત્તળ અને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલા અને દુધાળા પશુઓના કાન પર બિલકુલ સરળતાથી લગાવી શકાય તે પ્રકારના ટેગિગ ઉપયોગમાં લેવામાં આવતા હતા. વર્તમાન સમયમાં મોટા ભાગે પ્લાસ્ટિકના ટેગિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.