જૂનાગઢઃ ગત 29મી તારીખે જૂનાગઢની મેડિકલ કોલેજમાં દીપડાની હાજરીને લઈને કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. 29મી તારીખે રાતના સમયે દીપડો કોલેજ કમ્પાઉન્ડમાં આવી ચડ્યો હતો, પરંતુ અહીંથી બહાર જવાનો કોઈ માર્ગ નહીં મળતા દીપડો ગટરના માર્ગે કોલેજની બહાર નીકળી ગયો હતો. જૂનાગઢની મેડિકલ કોલેજ ગિરનાર પર્વતની એકદમ નજીક આવેલી છે. જેને લઈને આ દીપડો અકસ્માતે અહીં આવી ચડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલાની જાણ કોલેજના સત્તાધીશો દ્વારા વનવિભાગને કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી દીપડાને પકડવા માટે પાંજરૂં મુકવામાં નહીં આવતા વનવિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢની મેડિકલ કોલેજમાં દીપડાના આંટાફેરાથી ફેલાયો ભયનો માહોલ - Forest Department
ગત 29મી ફેબ્રુઆરીના રોજ જૂનાગઢની મેડિકલ કોલેજમાં રાતના સમયે દીપડો દેખાતાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાની અવર-જવરની વનવિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં પાંજરું નહીં મૂકાતાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

જૂનાગઢની મેડિકલ કોલેજમાં દીપડાના આંટાફેરાથી ફેલાયો ભયનો માહોલ
જૂનાગઢની મેડિકલ કૉલેજમાં દીપડાના આંટાફેરાથી ફેલાયો ભયનો માહોલ
દીપડાની હાજરીને લઈને મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ અને અઘ્યાપકોને રાતના 10 વાગ્યા બાદ અનિવાર્ય સંજોગોને બાદ કરતાં ઘર કે હોસ્ટેલની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. મેડિકલ કોલેજમાં અંદાજિત 500 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રહે છે. જેને લઈને તમામની સુરક્ષા પર ખતરો ઉભો થયો છે, ત્યારે વનવિભાગ તાકીદે આ દીપડાને પકડી પાડીને પાંજરે પૂરે તેવી માગ મેડિકલ કોલેજના ડીન દ્વારા કરવામાં આવી છે.