જૂનાગઢઃ lockdownમાં છેતરપિંડી કરવાના અનેક અવનવા કીમિયાઓ બહાર આવ્યા હતા જે હજુ પણ સામે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં પણ બન્યો છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય નજીક આવેલી પટેલ રેસ્ટોરન્ટના નામનું બનાવટી facebook page બનાવીને તેમાં એક થાળીના ઓર્ડર આપવાની સાથે બે થાળી ફ્રી મળી રહી છે તેવી લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. જેના ઓર્ડર ઓનલાઇન લેવામાં આવી રહ્યાં છે અને ઓર્ડર આપનાર દરેક વ્યક્તિએ દસ રૂપિયા જેટલી મામૂલી રકમ તેમના ડેબીટ કે ક્રેડિટ કાર્ડ થકી ઓનલાઇન ચૂકવવાની રહેશે તેવું જણાવ્યું હતું.
જૂનાગઢની પટેલ રેસ્ટોરન્ટના નામે facebook પર બનાવટી પેજ બનાવીને લોકોને છેતરવાનો કીમિયો સામે આવ્યો facebook page બનાવનાર વ્યક્તિ ઓર્ડર આપનાર દરેક વ્યક્તિના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મારફતે ઓનલાઈન ચીટિંગ કરવાનું કાવતરૂં ઘડી રહ્યો હોવાનો બહાર આવી રહ્યું છે. અન્ય રાજ્યના રામપ્રસાદ નામની વ્યક્તિ બનાવટી facebook પેજ પર મોબાઇલ નંબર 891800 2373 પર ફોન કરીઓર્ડર બૂક કરવાનું જણાવી રહ્યો છે પરંતુ આ પ્રકારનું કોઈ પણ ફેસબુક પેજ પટેલ રેસ્ટોરન્ટ કે તેમના સંચાલકો દ્વારા બનાવવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, રાજકોટની પણ કેટલીક ખ્યાતનામ હોટેલ અને રેસ્ટોરન્ટનું આ જ રીતે ફેસબૂક પેજ બનાવીને આ વ્યક્તિ છેતરી રહ્યો હતો ત્યારે જૂનાગઢના પટેલ રેસ્ટોરન્ટને પણ હવે નિશાન બનાવી છે.
જૂનાગઢની પટેલ રેસ્ટોરન્ટના નામે facebook પર બનાવટી પેજ બનાવીને લોકોને છેતરવાનો કીમિયો સામે આવ્યો પટેલ રેસ્ટોરન્ટના માલિક શાંતિભાઈ પટેલે સાયબર ક્રાઇમ સેલમાં ઓનલાઈન ફરિયાદ પણ દાખલ કરી છે. વધુમાં રેસ્ટોરન્ટના સંચાલકો તમામ ગ્રાહકોને જણાવી રહ્યાં છે કે, પટેલ રેસ્ટોરન્ટ દ્વારા આવી કોઈ ફેસબુક પેજ બનાવવામાં આવ્યું નથી તેમજ આવી કોઈપણ જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી નથી માટે આવી લોભામણી જાહેરાતોથી દૂર રહીને આર્થિક નુકસાન ન થાય તે અંગે સાવચેત રહેવા અપીલ કરી છે. હિન્દી ભાષી રામપ્રસાદ નામનો શખ્સ જો કોઈ ઓનલાઈન ઓર્ડર કરે તો ડેબિટ-ક્રેડિટ કાર્ડમાંથી મામૂલી કહી શકાય તેવી દસ રૂપિયાની રકમ કાપવા સહમતિ લઇને કાર્ડનો ડેટા ચોરી કરી જે તે વ્યક્તિના બેંક ખાતામાંથી હજારો રૂપિયાની છેતરપિંડી કરી શકે છે.ઓનલાઇન ખરીદી કરતા પહેલા તમામ ચકાસણી કરવી અન્યથા 10 રૂપિયા જેવી રકમને બહાને બેંકના ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપિંડી થવાની શક્યતાઓ છે.