જૂનાગઢઃ ભવનાથમાં આહીર યુવા સંગઠનનું સંમેલન (Ahir Youth Organization 2022)યોજાયું હતું, જેમાં જ્ઞાતિરત્નો અને સરપંચોને સન્માનિત કરવામાં (Honor to the sarpanches of Junagadh and Girsomnath) આવ્યા હતા. જોકે, આ સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના આહીર સમાજના અગ્રણીઓ એક જ સ્ટેજ પર (BJP Congress Leaders on same stage in Junagadh) દેખાયા હતા.
સરપંચોનું કરાયું સન્માન-આ સંમેલનમા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના આહીર અગ્રણીઓ (Honor to the sarpanches of Junagadh and Girsomnath) અને તાજેતરમાં જ સંપન્ન થયેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું (Honor to the sarpanches of Junagadh and Girsomnath) હતું. અહીં પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા, તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ સહિત મોટી સંખ્યામાં આહીર સમાજના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણીને ધ્યાનમાં રાખી સંમેલન મહત્વનું આ પણ વાંચો-Congress MLA on BJP: જામનગરમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યએ CMના લીધા આશીર્વાદ, પછી ખૂલાસો શું કર્યો, જૂઓ
ચૂંટણીને ધ્યાનમાં રાખી સંમેલન મહત્વનું -આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને યોજવામાં આવેલા આહીર સન્માન કાર્યક્રમ રાજકીય રીતે પણ ખૂબ મહત્ત્વનું બની રહેશે. જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં આહીર સમાજના મતદારો વિશેષ જોવા મળે છેય આવી પરિસ્થિતિમાં યોજવામાં આવેલો સન્માન કાર્યક્રમ વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમાજની એકતા માટે પણ વિશેષ મહત્વનું બની રહ્યું છે.
આ પણ વાંચો-કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ, 'મિશન ગુજરાત 2022'ની બ્લ્યુ પ્રિન્ટ કરી તૈયાર
ભાજપ-કોંગ્રેસના આહીર સમાજના અગ્રણીઓ દેખાયા એક જ સ્ટેજ પર -આ સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા સમાજના રાજકીય અગ્રણીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. આહિર યુવા સંગઠન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં આહીર સમાજે (Ahir Youth Organization 2022) શક્તિ પ્રદર્શન કર્યું હતું.
દરેક જ્ઞાતિ-સમાજ યોજી રહી છે સંમેલન -વર્તમાનમાં ગુજરાતમાં પ્રત્યેક જ્ઞાતિ અને સમાજ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને વિવિધ સ્તરે વાટાઘાટો અને બેઠકો ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં હવે આહીર સમાજે (Ahir Youth Organization 2022) પણ સંમેલન યોજીને વિધાનસભાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યો હતું.