- એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં બે દિવસના રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરાયું
- કૃષિ વેસ્ટમાંથી ઉર્જા મેળવવા ખેડૂતોને આપવામાં આવશે માર્ગદર્શન
- બે દિવસના વેબીનાર બાદ ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં ખર્ચ ઘટાડવા મળશે માર્ગદર્શન
આ પણ વાંચોઃ ગ્લોબલ વોર્મિંગની અસરથી આંબાવાડિયમાં કેરીના ફાલ પર જોવા મળી વિપરીત અસર
જૂનાગઢઃ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા મંગળવારથી બે દિવસ સુધી રાષ્ટ્રીય કક્ષાના વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૃષિની વેસ્ટમાંથી કઈ રીતે ખેડૂતો ઉર્જા પ્રાપ્ત કરી શકે તેને લઈને કૃષિ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વેબીનારમાં જોડાનાર ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ઘઉં અને ડાંગરની કાપણી બાદ ખેડૂતો પરાળને બાળી નાંખીને તેનો નિકાલ કરે છે. પરંતુ આ અયોગ્ય પદ્ધતિથી ખેડૂતો ખૂબ મોટું નુકસાન ભોગવી રહ્યા છે ત્યારે આ પ્રકારની પરાળમાંથી ખેડૂતો ઊર્જા કઈ રીતે મેળવી શકે તેને લઈને આ વેબીનારનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિષય નિષ્ણાંતો તેમજ સમગ્ર દેશમાંથી કૃષિક્ષેત્રના તજનો અને ખેડૂતો બે દિવસ સુધી જોડાઈને વિચારોનું આદાન પ્રદાન કરશે.