ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં કૃષિપ્રધાને આધુનિક પ્રયોગશાળાનું લોકાર્પણ કર્યું - r c faldu visits agriculture university

જૂનાગઢ: કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કૃષિ યુનિવર્સિટીમાં આધુનિક લેબોરેટરીનું લોકાર્પણ કર્યું. દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલ સંશોધનોનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતોને વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માટે આશ્વાસન આપ્યું છે.

પ્રયોગશાળાનું લોકાર્પણ

By

Published : Oct 4, 2019, 9:16 PM IST

રાજ્યના કૃષિપ્રધાન શુક્રવારે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં આધુનિક સંશોધનો કરવાના હેતુસર બનાવવામાં આવેલી પ્રયોગશાળાનું લોકાર્પણ કર્યું હતું. કૃષિપ્રધાને રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકશાન નહીં થાય તથા સરકાર તેમના તરફી નિર્ણય કરશે તેવી હૈયાધારણા આપી હતી.

આધુનિક પ્રયોગશાળાનું કૃષિપ્રધાન R.C.ફળદુ દ્વારા લોકાર્પણ

દરમિયાન એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં સંશોધન કરવા બનાવવામાં આવેલી આધુનિક પ્રયોગશાળાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રયોગશાળામાં કૃષિને લગતી ટેકનોલોજી અને સંશોધનાત્મક ઓજારોનું અધ્યયન કરવામાં આવશે. આ પ્રસંગે આર.સી.ફળદુએ વિદ્યાર્થીઓએ કરેલા સંશોધનો અને પ્રયોગાત્મક સાધનોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સમગ્ર પ્રક્રિયા અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી.

ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન અંગે કૃષિપ્રધાને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી કે દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકશાની અંગે સર્વે કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ખેડૂતોને વડતર ચૂકવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર આગળ આવશે.

ABOUT THE AUTHOR

...view details