ગુજરાત

gujarat

ETV Bharat / city

વાવાઝોડાની અસર બાદ જૂનાગઢમાં જોવા મળ્યો વરસાદી માહોલ

ગત રાત્રીના સમયે ગુજરાતના દરિયાકાંઠા પર ઉના અને દીવની નજીક વાવાઝોડું ત્રાટક્યું હતું. જેને પગલે ગત રાત્રિથી ભારે પવન અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વહેલી સવાર સુધી જોવા મળ્યો હતો. જેને પગલે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલાંક વૃક્ષો ભારે પવનથી ધરાશાયી થયા હતા. તો કેટલાક અસ્થાઈ કેબીનો પણ જાહેર માર્ગો પર ફંગોળાઈને રોડ પર આવી ગયેલા જોવા મળતા હતા.

વાવાઝોડાની અસર બાદ જૂનાગઢમાં જોવા મળ્યો વરસાદી માહોલ
વાવાઝોડાની અસર બાદ જૂનાગઢમાં જોવા મળ્યો વરસાદી માહોલ

By

Published : May 18, 2021, 7:39 PM IST

  • જૂનાગઢ જિલ્લામાં જોવા મળ્યો વાવાઝોડા બાદ વરસાદી માહોલ
  • વરસાદ અને પવનને કારણે અસ્થાઈ કેબીનો પવનમાં ફંગોળાઈ
  • કેટલી જગ્યા પર વૃક્ષો પણ ભારે પવનમાં થયા ધરાશાયી

જૂનાગઢ:ગત રાત્રીના સમયે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ઉના અને દીવની વચ્ચે તૌકતે વાવાઝોડું ટકરાયું હતું. જેની અસરને પગલે ગત રાત્રિથી જ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. જે આજે વહેલી સવાર સુધી જોવા મળ્યું હતું. જૂનાગઢ શહેરમાં સવારના 9:00 કલાક સુધી પવનના સૂસવાટા સાથે ધીમી ધારે વરસાદ પડયો હતો. જેને કારણે જૂનાગઢ શહેરનું જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. વાવાઝોડું ગુજરાતના દરિયા પર ટકરાવાની સાથે જ હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીઓ મુજબ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થશે. તે મુજબ જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ વાતાવરણ વાવાઝોડું ગુજરાતના દરિયાને ટકરાયા બાદ જોવા મળતું હતું.

આ પણ વાંચો:તૌકતે ઇફેક્ટ: સુરતમાં ગરનાળા ભરાઈ જતા સીટી બસ ફસાઈ, ટેસ્ટિંગ સેન્ટરનો મંડપ પણ થયો ધરાશાયી

જૂનાગઢ શહેરમાં કેટલાક વિસ્તારમાં અસ્થાઈ કેબીન અને વૃક્ષો થયા જમીનદોસ્તવાવાઝોડાની અસરને પગલે જૂનાગઢ શહેરમાં પણ થોડે ઘણે અંશે નુકશાન થવા પામ્યો હતો અને નુકશાન વર્ષો જુના વૃક્ષો અસ્થાઈ કેબિનો અને કેટલાક મોટા બેનરોને થવા પામી હતી શહેરના સરદાર બાગ થી લઈને મોતીબાગ સુધીના વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું તો રાયજીબાગ નજીક ઊભો કરવામાં આવેલો જાહેરાતનો મોટું બેનર પવનમાં ધરાશાયી થયું હતું તો બીજી તરફ ભવનાથ વિસ્તારમાં માર્ગ પર અસ્થાયી કેબીનો રોજગારી માટે ઊભી કરવામાં આવી હતી તે પણ ભારે પવનમાં ફંગોળાઈને જાહેર માર્ગો પર આવી ગયેલી જોવા મળતી હતી જે પ્રમાણે હવામાન વિભાગે વાવાઝોડાથી નુકસાનની શક્યતા વ્યક્ત કરી હતી તે મુજબ નુકસાન થયું ન હતું પરંતુ વાવાઝોડાની ઘાતક અસરોને ખાળવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો:નેવીએ તોફાનમાં ફસાયેલા બાર્જ P305 પર સવાર 146 લોકોને બચાવ્યા

ABOUT THE AUTHOR

...view details