- જૂનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરી કરતા એક શખ્સની ધરપકડ કરી છે
- પોલીસે રોકડ અને ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો
- આરોપીને રોકડ અને સોના- ચાંદીના દાગીનાના મુદ્દામાલ સાથે ઝડપી પડાયો
જૂનાગઢ : બે દિવસ પહેલા જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારના આવેલા શાંતિ એપાર્ટમેન્ટના એક બ્લોકમાં ધોળે દિવસે 80 હજાર રોકડ તેમજ કેટલાક સોના અને ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. જેની ફરિયાદને આધારે પોલીસે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો :જૂનાગઢમાં 80 હજારની રોકડ રકમ અને દાગીના ચોરાયા
પકડાયેલો આરોપી અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
ચોરી થયા બાદ પોલીસે આસપાસના વિસ્તારોમાં આવેલા CCTV કેમેરા ચેક કરતા એક યુવાન શંકાસ્પદ હાલતમાં પસાર થતો જોવા મળ્યો હતો. જેને આધાર બનાવીને પોલીસે તપાસ કરતાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતો આશિષ બોરીચા નામનો શખ્સની પૂછપરછ કરતા તેણે આ ચોરીને અંજામ આપ્યાની પોલીસ સમક્ષ કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો :પોરબંદર પોલીસે પોકેટ કોપની મદદથી આઠ વર્ષ જૂનો બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો
આરોપીએ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
પકડાયેલો આશિક બોરીચા અગાઉ પણ કેટલાક ગુનાઓમાં જૂનાગઢ પોલીસના ચોપડે ચડી ચૂક્યો છે. જેને લઇને પોલીસ તેની આકરી પૂછપરછ કરી રહી છે. પકડાયેલા આરોપી પાસેથી 38 હજાર કરતાં વધુની રોકડ 3 મોબાઈલ કેટલાક સોના- ચાંદીના દાગીના મળીને કુલ 2.50 લાખ કરતાં વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ધોળે દિવસે ચોરીની ઘટનાને લઈને પોલીસ પણ સતર્ક બની રહી છે, ત્યારે આવા શાતિર દિમાગના શખ્સો થોડા સમયમાં જ ચોરી જેવી ઘટનાને અંજામ આપીને પોતાના ઇરાદાઓ જાહેર કરતા હોય છે. પરંતુ પોલીસે આ શખ્સ વધુ કેટલીક ચોરીને અંજામ આપે તે પહેલાં પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.