- જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત ઘટી રહ્યું છે કોરોના વાઈરસનું સંક્રમણ
- પાછલા 57 દિવસ બાદ જિલ્લામાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નહીં થયાનું સામે આવ્યું
- મોતના આંકડાઓ શૂન્ય સુધી પહોંચ્યા છતાં પણ સ્મશાનમાં થઈ રહ્યા છે 8થી 10 વ્યક્તિના અંતિમ સંસ્કાર
જૂનાગઢ : શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે. જેના કારણે મોતના આંકડાઓ પણ ખૂબ જ નીચા જોવા મળી રહ્યા છે. પાછલા 56 દિવસની સરખામણી ગત બે દિવસ દરમિયાન એક પણ વ્યક્તિનું મોત કોરોના સંક્રમણથી થયું નથી, પરંતુ વાત પાછલા એપ્રિલ અને મે મહિનાની કરીએ તો આ સમય દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવતા સંક્રમિત સંખ્યા 550 નજીક પહોંચી ગઈ હતી અને કરોનાને કારણે 15 કરતાં વધુ વ્યક્તિઓના મોત એક દિવસમાં થતા જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિ જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ખૂબ જ ચિંતાજનક હતી. જેમાં હવે રાહત મળી રહી છે અને સંક્રમિત કેસની સામે મોતનો આંકડો પણ શૂન્ય સુધી પહોંચી જતો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : ભરૂચમાં આજે 5 તો 3 મેએ 62 મૃતદેહોના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર