ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે - Sakkarbaug Zoological Park

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય રાજ્યના વન વિભાગે કર્યો છે. જે પૈકી જૂનાગઢ સક્કરબાગમાં આવેલા 40 જેટલા સિંહ અને સિંહણને પ્રાણીના આદાન-પ્રદાન કાર્યક્રમ નીચે કેન્દ્ર સરકારે મંજૂરી આપતા ગુજરાત સરકારના વન વિભાગે 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાની તજવીજ શરૂ કરી છે. સિંહના બદલામાં મળનાર પ્રાણીઓને કેવડિયા કોલોની ખાતે મોકલવામાં આવશે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે

By

Published : Jul 29, 2021, 11:16 AM IST

Updated : Jul 29, 2021, 1:55 PM IST

  • સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમ વધુ એક વખત આગળ ધપતો જોવા મળ્યો
  • જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહોને દેશના અન્ય રાજ્યોમાં મોકલાશે
  • કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગઈકાલે રાજ્ય સરકારે કર્યો નિર્ણય

જૂનાગઢ : સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમ વધુ એક વખત આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે સિંહોના આદાન પ્રદાન કાર્યક્રમને મંજૂરી આપતા ગઈ કાલે રાજ્યની કેબિનેટમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહોને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પાછલા એકાદ વર્ષથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહોને દેશના અન્ય ઝૂમાં મોકલવાની પ્રક્રિયા કોરોના સંક્રમણને કારણે બંધ રાખવામાં આવી હતી. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપતા ફરી એક વખત જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહના આદાન પ્રદાન કાર્યક્રમ આગળ વધી રહ્યો છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે

આ પણ વાંચો :ટ્વીટર પર ટોપ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, ફોલોઅર્સની સંખ્યા 70 મિલિયનને પાર


સિંહના બદલામાં મળનાર પ્રાણીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલાશે

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી દિલ્હી ઝુને એક નર અને બે માદા મોકલવામાં આવશે. જેના બદલામાં બે હિપોપોટેમસ અને પાંચ જેટલા અન્ય પ્રજાતીના હરણો કેવડિયા કોલોની ખાતે મોકલવામાં આવશે. આ સિવાય જે પ્રાણી સંગ્રહાલયમાં સિંહો મોકલાશે તે પ્રાણી સંગ્રહાલય ત્યાંના રાજ્યોના પશુ પક્ષી કે પ્રાણીને કેવડિયા કોલોની ખાતે સિંહના બદલામાં મોકલી આપશે. આ કાર્યક્રમ અંતર્ગત દિલ્હી સહિત અન્ય ચાર રાજ્યોના પ્રાણી સંગ્રહાલયને સિંહ અને સિંહણની જોડી મોકલવામાં આવશે તેના બદલામાં કેવડીયા કોલોની પ્રાણી સંગ્રહાલયને અન્ય પ્રાણીઓ પ્રાણીઓના આદાન-પ્રદાન કાર્યક્રમ નીચે મળશે આ સિવાય દેશના ચેન્નઇ હૈદરાબાદ આસામ ભોપાલ પ્રાણી સંગ્રહાલયો પણ સિંહોની માંગ કરી ચૂક્યા છે. જેને આગામી દિવસોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂરી કરી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયામાં એક માત્ર જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઇ સિંહોનું બ્રિડિંગ સેન્ટર સફળતાપૂર્વક ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધી 220 કરતાં વધુ સિંહ અને સિંહણનું સફળતાપૂર્વક બ્રિડિંગ કરવામાં આવ્યું છે.
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે

આ પણ વાંચો :International Tiger Day: જાણો, શું છે ટાઈગર ઝિન્દા હૈ પ્રોજેક્ટ?


અગાઉ દેશ અને દુનિયાના પ્રાણી સંગ્રહાલયોમાં સિંહ અને સિંહણ મોકલવામાં આવ્યા છે

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી લંડન, સ્વિટઝરલેન્ડ સહિત વિશ્વના પાંચ કરતાં વધુ દેશોમાં 17 જેટલા સિંહ અને સિંહણને મોકલવામાં આવ્યા છે. દેશના 28 રાજ્યોમાં આવેલા વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં 122 જેટલા સિંહ યુગલને મોકલવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાત રાજ્યમાં આવેલા અન્ય પ્રાણી સંગ્રહાલયોને પણ 80 કરતા વધુ સિંહ અને સિંહણ પ્રાણીના આદાન-પ્રદાન કાર્યક્રમ નીચે મોકલવામાં આવ્યા છે. આ કાર્યક્રમ આજે વધુ એક વખત આગળ વધતા 40 જેટલા સિંહોને દેશના અન્ય રાજ્યોના પ્રાણીસંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કરાયો છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે
Last Updated : Jul 29, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details