ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ જાગનાથ મંદિર વિસ્તારમાં 150 જેટલા સિનિયર સિટીઝનને રસીકરણ કરાયું - સિનિયર સિટીઝન

જૂનાગઢની જાગનાથ મંદિર વિસ્તારમાં 60 વર્ષથી લઇને ઉપરની વય ધરાવતા સિનિયર સિટીઝનોને એક સ્થળે સામૂહિક રીતે રસીકરણ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતે કોરોના સામે સુરક્ષિત થયા છે અને અન્ય લોકો પણ આ જ પ્રકારે રસીના માધ્યમથી સુરક્ષિત થાય તેવી વિનંતી પણ કરી હતી.

અન્ય લોકોને પણ સ્વૈચ્છિક રસીકરણ માટે કરી વિનંતી
અન્ય લોકોને પણ સ્વૈચ્છિક રસીકરણ માટે કરી વિનંતી

By

Published : Mar 22, 2021, 6:57 PM IST

  • જાગનાથ મંદિર વિસ્તારના 60 વર્ષથી ઉપરના લોકોને રસીકરણથી સુરક્ષિત કરાયા
  • આરોગ્ય વિભાગની ટીમે 150 જેટલા લોકોને રસીકરણ કર્યું
  • અન્ય લોકોને પણ સ્વૈચ્છિક રસીકરણ માટે કરી વિનંતી

જૂનાગઢ: કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે ગુજરાતમાં વધી રહ્યું છે ત્યારે જાગનાથ મંદિર વિસ્તારમાં આવેલા રહેણાંક અને સોસાયટી વિસ્તાર નામ 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝનોને રસીકરણથી સુરક્ષિત કરવાનો મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલા સિનિયર સિટીઝનને સોમવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાની રસી આપીને સંક્રમણ સામે સુરક્ષિત કરવાનું અભિયાન સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં અંદાજિત 150 જેટલા સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપીને સંક્રમણ સામે સુરક્ષિત કરાશે.

આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં બે દિવસોમાં 19,050 લોકોએ કોરોનાની રસી લીધી

સિનિયર સિટીઝનો એ અન્ય વ્યક્તિને રસી માટે કરી વિનવણી

સોમવારે રસીકરણથી સુરક્ષિત થયેલા અને જીવનના 81 વર્ષ પૂર્ણ કરેલા પુષ્પાબેને રસીકરણ અંગે ETV ભારત સમક્ષ કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, રસીકરણ બાદ તેમને એક પણ જાતની તકલીફ કે આડઅસરના લક્ષણો જોવા મળ્યા નથી. જે લોકો રસીકરણ ને લઇને ચિંતિત છે અથવા તો અફવાઓને ધ્યાને રાખીને હજુ પણ રસીકરણ માટે પહેલ કરતાં નથી તેવા તમામ વ્યક્તિઓએ અને ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વ્યક્તિ કોરોના રસી માટે સામેથી પહેલ કરીને પોતાની જાતની સાથે સમગ્ર સમાજને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત કરે તેવી વિનંતી પણ કરી હતી.

જાગનાથ મંદિર વિસ્તારના 60 વર્ષથી ઉપરના લોકોને રસીકરણથી સુરક્ષિત કરાયા

આ પણ વાંચો:પાટણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના વેક્સિનેસન ઝુંબેશ શરૂ

ABOUT THE AUTHOR

...view details