જૂનાગઢ:આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં જનચેતના સંમેલન (Junagadh Aap Jan Chetna Sammelan) યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં લોકોને સંબોધન કરતા પૂર્વે ગોપાલ ઇટાલીયા (Junagadh Gopal Italiya)એ વર્તમાન રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારને લઇને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓએ પૈસાથી ખીસ્સા ભરી લીધા છે, ગુજરાતની જનતા પરેશાન છે. હવે આપણી સાઈઝના માઇક બનાવવાની શરૂઆત કરી દ્યો આપણી સરકાર આવવાની તૈયારીમાં છે.
રાજ્ય સરકાર પર ધોયા માછલાઃ ગોપાલ ઇટાલીયાએ પાછલા વર્ષે રાજ્યમાં શિક્ષણ આરોગ્ય વીજળી અને પીવાના પાણીને લઇને લોકોને બાનમાં રાખવાનો આક્ષેપ કરીને આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ગુજરાતમાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે, તેઓ હુંકાર કર્યો હતો. જૂનાગઢ આવેલા પ્રદેશ આમ આદમી પાર્ટી (Gujarat Aap)ના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ગુજરાત સરકારની નિષ્ફળતા અને પંજાબ તેમજ દિલ્હી સરકારની સફળતાઓ સાથે સરખામણી કરીને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન કરવા ઉપસ્થિત લોકોને વિનંતી કરી હતી.