ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૃહરક્ષક દળમાં કામ કરતી યુવતીએ યુવક પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ, મૈત્રી કરારથી રહેતા હતા સાથે - junagadh rural news

જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ગૃહરક્ષક દળમાં કામ કરતી યુવતી અને અન્ય એક યુવક મૈત્રી કરારથી સાથે રહેતા હતા. પરંતુ થોડા સમય અગાઉ યુવતીએ મૈત્રી કરાર સાથે રહેતા યુવક વિરુદ્ધ જાતીય અત્યાચારની ફરિયાદ નોંધાવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. જેની તપાસમાં યુવતીને ભેંસાણ પોલીસ મથકે લાવવામાં આવી હતી. જ્યાં તે અચાનક પડી જતાં પોલીસે યુવતીને સારવાર માટે જૂનાગઢ હોસ્પિલ ખસેડવામાં આવી છે.

By

Published : Jun 11, 2021, 3:43 PM IST

  • ગૃહરક્ષક દળમાં કામ કરતા યુવક અને યુવતીનો મામલો પોલીસ ચોપડે
  • મૈત્રી કરારથી રહેતા યુવક સામે યુવતીએ કરી જાતીય દુષ્કર્મની ફરિયાદ
  • પોલીસ સ્ટેશન આવેલી યુવતી અગાસી પરથી નીચે પડતા થઈ ઈજાગ્રસ્ત

જૂનાગઢઃ જિલ્લાના ભેસાણમાં ગૃહરક્ષક દળમાં કામ કરતા યુવક અને યુવતી પાછલા કેટલાક સમયથી મૈત્રી કરાર કરીને એક સાથે રહેતા હતા. થોડા સમય અગાઉ યુવતીએ સાથે રહેતા યુવાન સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ભેસાણ પોલીસે યુવતીને તપાસ માટે પોલીસ મથકમાં બોલાવી હતી. જ્યાં તે અચાનક પોલીસ સ્ટેશનની અગાસી પરથી નીચે પડી જતાં તેને પ્રથમ સારવાર માટે ભેંસાણ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યાંથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મોકલીને વધુ સારવાર આપવામાં આવી રહી છે. જાતીય દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી યુવતી અચાનક પોલીસ મથકની અગાસી પરથી નીચે પટકાતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

ઈજાગ્રસ્ત યુવતીએ આત્મહત્યા કર્યાની કોશિશ કર્યાની પરીવારની કેફિયત

જાતીય દુષ્કર્મની ફરિયાદ કરનારી યુવતીને ભેંસાણ પોલીસ મથકમાં ફરિયાદ લઇને તપાસ માટે પોલીસે બોલાવી હતી ત્યારે પોલીસના કહેવા મુજબ યુવતી ફોનમાં વાત કરતી કરતી અચાનક અગાસી પરથી નીચે પટકાઈ હતી. જ્યારે યુવતીના પરિવારજનો યુવતીએ પોલીસ મથકની અગાસી પરથી કૂદી આત્મહત્યા કરવાની કોશિશ કર્યાનું નિવેદન આપતાં સમગ્ર મામલાને લઈને વિભાગીય પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલો પોલીસ તપાસનો વિષય છે અને આગામી દિવસોમાં પોલીસ તપાસ બાદ જાતીય દુષ્કર્મ અને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, કે નહીં તેને લઈને કોઈ ચોક્કસ નિર્ણય પણ આવી શકે. હાલ સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસે પણ તપાસ હાથ ધરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details