- જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખીરસરા ગામે સર્જાઈ મોટી દુર્ઘટના
- જર્જરિત થઈ ગયેલી પાણીની ઓવરહેડ ટાંકી ધડાકાભેર તૂટી પડી
- સદ્દનસીબે કુદરતી ચમત્કાર સમાન દુર્ઘટનામાં કોઇ પણ વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ ન હતી
જૂનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકાના ખીરસરા (Khirsara) ગામમાં શુક્રવારે સાંજે ખૂબ ગંભીર કહી શકાય તેવી અકસ્માતની ઘટના ઘટી છે. સાંજના સમયે ગામમાં પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવેલી ઓવરહેડ ટાંકી (Overhead tank) ધડાકાભેર તૂટી પડતા ખૂબ મોટો કહી શકાય તેવો ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત (Accident) માં કુદરતી ચમત્કાર સમાન કોઈ પણ વ્યક્તિની જાનહાનિ કે સામાન્ય ઈજાઓ થઈ ન હતી પરંતુ ટાંકી નીચે રાખવામાં આવેલા બાઈક, રીક્ષા અને પાસે આવેલી દૂધની ડેરી તેમજ એક ગોડાઉનમાં નુકસાન થયું હતુ. અકસ્માત (Accident) ની જાણ ગામના તલાટીને થતાં તેમણે તાબડતોબ ઘટના સ્થળની મુલાકાત કરીને આગામી દિવસોમાં નવી પાણીની ટાંકી બનાવવાની યોજનાની જાહેરાત કરી દીધી હતી.
કેશોદ તાલુકાના ખીરસરા ગામે પાણીની ટાંકી થઈ ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી આ પણ વાંચો: ભરૂચમાં જર્જરિત પાણીની ટાંકી નગર પાલિકા દ્વારા જમીનદોસ્ત કરાઇ, વીડિયો વાઇરલ
ગામલોકોની રજૂઆત તંત્રના બહેરા કાંઈ નહિ પડતા અંતે સર્જાયો અકસ્માત
જર્જરિત બની રહેલી અને 30 વર્ષ કરતાં વધુ જૂની પાણીની ઓવરહેડ ટાંકી (Overhead tank) ને ઉતારી લેવા માટે ખીરસરા (Khirsara) ગામના લોકોએ સરપંચ, તલાટી મંત્રી, તાલુકા વિકાસ અધિકારી (TDO) , મામલતદાર અને જિલ્લા કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી હતી પરંતુ ભોળા ગ્રામજનોની રજૂઆત તંત્રના બહેરા કાને નહીં પહોંચતા અંતે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. શુક્રવારે સમી સાંજે પાણી ભરેલી ઓવરહેડ ટાંકી (Overhead tank) ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકી તૂટી પડતાં ગામમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માત (Accident) સર્જાયા બાદ ગામ લોકોના રોષને ભાળી જતા તંત્ર દ્વારા ગામના તલાટીને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા આગામી દિવસોમાં નવી પાણીની ટાંકી બનાવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પાણીની ટાંકી બનાવીને ગામ લોકોને પાણી પૂરું પાડવામાં આવશે તેવી વાત તલાટીએ કરી હતી.
આ પણ વાંચો: ખેડાના મુગટપુરામાં પાણીની ટાંકી ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં