- જૂનાગઢના સામાજિક કાર્યકરે વડાપ્રધાન મોદીને ટ્વીટરના માધ્યમથી કરી અપીલ
- સોમનાથથી દેશના ખ્યાતનામ ધાર્મિક સ્થાનોને ટ્રેન માર્ગે જોડવા કરી માગ
- વર્ષો જૂની સોમનાથની રેલવે અંગેની પડતર માંગણીઓને ફરી કરાઈ બુલંદ
જૂનાગઢઃ આજે રવિવારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા કોલોનીને જોડતી કેટલીક ટ્રેન સેવાનો પ્રારંભ થયો છે. આ સેવા શરૂ થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢના સામાજીક કાર્યકર અમૃત દેસાઈએ વડાપ્રધાન મોદી, રેલવે પ્રધાન પીયુષ ગોયલ સહિત રેલવે વિભાગને ટ્વીટર મારફતે સોમનાથને ટ્રેન વ્યવહાર સાથે જોડવાની નવી ટ્રેન સેવા શરૂ કરવાની માગ કરી છે. ગત કેટલાક સમયથી સોમનાથ રેલવે સ્ટેશનથી દેશના અગ્રણી અને ખ્યાતનામ ધાર્મિક સ્થાનોને જોડવાની વાતો ચાલી રહી હતી, પરંતુ આજે રવિવારે જ્યારે કેવડીયા કોલોનીને ટ્રેન વ્યવહાર સાથે જોડવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢમાંથી વર્ષો જૂની સોમનાથથી દેશના અન્ય ધાર્મિક માર્ગોને ટ્રેન મારફતે જોડવાની માગ વધુ એક વખત બુલંદ બની છે.