- કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓને મૃત્યું પછી પણ તકલીફ
- મરણ દાખલો મેળવવા માટે પડી રહી છે તકલીફ
- વિનામૂલ્યે મરણ દાખવાની હાર્ડકોપી કાઢી આપવામાં આવે છે
જૂનાગઢ: કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) માં દર્દીઓને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના પોઝેટીવ આવતા હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નહોતા, મૃત્યુ પછી સ્માશાનમાં લાઈનો હતી અને હવે મૃત્યુ પછી મૃતકના પરિજનો મૃત્યુંનુ પ્રમાણપત્ર (Death certificate) લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.
ઓનલાઈન પોર્ટલ
સરકાર દ્વારા પ્રજાને આ બાબાતે રાહત આપવા માટે ઓનલાઈન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે પણ કેટલીક જગ્યાએ પ્રમાણપત્રની હાર્ડકોપીની જરૂરીયાત પડે છે એટલે જિલ્લાના પુષ્પક ઓફસેટ લોકોને વિનામૂલ્યે મૃત્યુના પ્રમાણપત્રની હાર્ડ કોપી કાઢી આપી રહ્યા છે.
જૂનાગઢના એક દુકાનદારે બતાવી દરીયાદિલી, વિનામૂલ્ચે કાઢી આપે છે મૃત્યુના પ્રમાણપત્રની હાર્ડ કોપી આ પણ વાંચો : પાલિકા અને હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ, મુશ્કેલીમાં પ્રજા
વિનામૂલ્યે કોપી કાઢી આપવામાં આવશે
પુષ્પક ઓફસેટના સંચાલક પુરુષોત્તમભાઈ ઢોલરીયા લોકોને પડતી અગવડતાને ધ્યાને રાખીને પોતાના ઓફસેટ સંચાલનમાંથી કોઈપણ વ્યક્તિને મરણ પ્રમાણપત્રની કોપી વિનામૂલ્યે કાઢી આપે છે. સામાન્ય દિવસોમાં એક કોપી કાઢવાનો ચાર્જ દસ રૂપિયા જેટલો લાગતો હોય છે, પણ કોરોના સંક્રમણ કાળમાં લોકોને મદદરૂપ બની શકાય અને અભણ અને ટેકનોલોજીનું જ્ઞાન ન ધરાવતા લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવા કપરા સમયમાં ન પડે તેને ધ્યાને રાખીને મરણ પ્રમાણપત્ર જ્યાં સુધી રાજ્ય સરકાર હાર્ડ કોપી આપવાની શરૂઆત ન કરે ત્યાં સુધી વિના મુલ્યે આપવાની સેવાયજ્ઞ સતત ચલતો રહેશે.
આ પણ વાંચો : સ્મશાન બાદ હવે મરણનો દાખલો કઢાવવા માટે પણ લાગી લાંબી લાઇનો