ગુજરાત

gujarat

ETV Bharat / city

દેવળીયા સફારી પાર્ક'માં બોગસ પરમીટો ને લઈને વનવિભાગે સમગ્ર વાતને નકારી - Jalandhar got a permit

વર્ષ 2018માં જલંધર ગામના એક વ્યક્તિએ દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટેની 47 પરમીટો ઇસ્યુ કરાવી હતી કે 9 હજાર રૂપિયા તેમણે ચૂકવ્યા હતા, પરંતુ તેમને વનવિભાગે જે માહિતી આપી છે. વર્ષ2018ની તેમાં જે તે દિવસે માત્ર બે જ વ્યક્તિની પરમીટ ઈસ્યુ થઈ હોવાની માહિતી તેમને મળી છે.

દેવળીયા સફારી પાર્ક
દેવળીયા સફારી પાર્ક

By

Published : Jan 13, 2021, 10:03 AM IST

  • દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટેની 47 પરમીટો ઇસ્યુ કરાવી
  • દેવળીયા સફારી પાર્કના અધિકારીઓએ તપાસના આપી ખાતરી
  • દેવળિયા સફારી પાર્ક વિરુદ્ધ કોઈ બોગસ પરમીટો ઈસ્યુ કરવા લઈને શંકાની સોય
    દેવળીયા સફારી પાર્કના અધિકારીઓએ તપાસના આપી ખાતરી


જૂનાગઢ:સાસણ નજીક આવેલા દેવળીયા સફારી પાર્ક'માં વર્ષ 2018માં સિંહ દર્શન માટે જલંધરના એક વ્યક્તિએ 47 યાત્રિકો માટેની પરમીટ કઢાવી હતી. જેની આરટીઆઇ વર્ષ 2021ના કરતા જે તે સમયે બે યાત્રિકો સિવાય 45 યાત્રિકોની પરમીટનો કોઈ રેકોર્ડ નહીં મળતા તેમણે દેવળિયા સફારી પાર્કના વહીવટી અધિકારીઓ સામે શંકાની સોઇ તાકી છે.

જવાબદારો સામે આકરી કાર્યવાહી કરાશે

આ સમગ્ર મામલાને લઈને સાસણ સફારી પાર્ક નાયબ વન સંરક્ષકે સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલી અને દિન બિનપાયાદાર હોવાનો મત રજૂ કર્યો હતો. તેમને વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની યોગ્ય અને ન્યાયી તપાસ થશે, પરંતુ આ મામલો પ્રાથમિક દ્રષ્ટિએ જ ઉપજાવી કાઢેલો અને બિનપાયાદાર લાગી રહ્યો છે. તેમ છતાં પ્રત્યેક વ્યક્તિની શંકાનુ સમાધાન થાય તેને લઈને અમે યોગ્ય તપાસ કરીશું. જો સમગ્ર તપાસમાં કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ બહાર આવશે તો જે તે જવાબદારો સામે આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

દેવળીયા સફારી પાર્ક'માં ગેરકાયદેસર પરમીટ ને લઈને મામલો ચર્ચામાં

સાસણ દેવળિયા પાર્ક વર્ષ 2018માં કેટલીક ગેરકાયદેસર પરમીટ ઇસ્યુ કરવાને લઈને ચર્ચામાં આવી રહ્યું છે ફર્સ્ટ 2018માં જલંધર ગામના સરપંચ છે. તેમના પરિવાર અને મિત્રો માટે દેવળીયા સફારી પાર્ક'માં પ્રવેશ કરવા માટેની 47 જેટલી પરમીટો ઇસ્યુ કરાવી હતી. જેની 2021માં આરટીઆઈ દ્વારા માહિતી મેળવવામાં આવતા તેમાં બે પરમીટ ઈસ્યુ થઈ હોવાની વિગતો મળી રહી છે. જેને લઇને જલંધરના સરપંચ દ્વારા દેવળીયા સફારી પાર્ક'માં યાત્રિકોના પ્રવેશને લઈને કોઈ મોટું કૌભાંડ ચાલતું હોય તેવો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો.

વનવિભાગના અધિકારીઓ ન્યાયિક તપાસ કરવાની ખાતરી આપી

વનવિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરતા તેમણે સમગ્ર આક્ષેપોને પાયા વિહોણા અને ઉપજાવી કાઢેલા જણાવ્યા હતા. વનવિભાગની શાસન અને દેવળિયા સફારી પાર્ક ની સિંહ દર્શન માટેની પરમીટ વર્ષોથી ઓનલાઇન નીકળી રહી છે.આવી પરિસ્થિતીમાં ગરબડ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે. તેમ છતાં વનવિભાગ અને ખાસ કરીને દેવળિયા સફારી પાર્ક વિરુદ્ધ કોઈ બોગસ પરમીટો ઈસ્યુ કરવા લઈને શંકાની સોય તાકવામાં આવી છે. જેને લઇને વનવિભાગના અધિકારીઓ ન્યાયિક તપાસ કરવાની ખાતરી આપી રહ્યા છે. આ મામલો ઉપજાવી કાઢેલો છે. તેમ છતાં યોગ્ય તપાસ કરીને જો કોઈ વ્યક્તિ કે કર્મચારી સમગ્ર પ્રકરણને લઇને જવાબદાર સાબિત થશે. તો તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી પણ કરવાની વનવિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી.

વર્ષ 2018ની પરમીટ મામલો વર્ષ 2021માં ચમક્યો

વર્ષ 2018માં જલંધર ગામના એક વ્યક્તિએ દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટેની 47 પરમીટો ઇસ્યુ કરાવી હતી કે 9 હજાર રૂપિયા તેમણે ચૂકવ્યા હતા, પરંતુ તેમને વનવિભાગે જે માહિતી આપી છે. વર્ષ2018ની તેમાં જે તે દિવસે માત્ર બે જ વ્યક્તિની પરમીટ ઈસ્યુ થઈ હોવાની માહિતી તેમને મળી છે. ત્યારે 9 હજાર ની સામે વનવિભાગને 380 રૂપિયાની રોકડ જમા થઈ છે.

વનવિભાગ સમગ્ર મામલાને બિન પાયાદાર અને ઉપજાવી કાઢેલો

સાડા આઠ હજાર જેટલી રકમ પણ વિભાગની તિજોરીમાં જમા થવી જોઈએ તે થઈ નથી તેવો આક્ષેપ પરમીટ ઇસ્યુ કરાવનાર જલંધરની વ્યક્તિ કરી રહી છે, પરંતુ વનવિભાગ કે જે રેકોર્ડ તપાસ્યો છે. તેમાં માત્ર બે જ પરમીટ છે તે દિવસે ઈસ્યુ થઈ હતી. ત્યારે જે વ્યક્તિ આક્ષેપ કરી રહ્યા છે. તેમની પાસે જે પરમીટ છે તે બોગસ હોવાનું અને તે પણ વનવિભાગની કચેરીમાંથી ઈશ્યુ થઈ છે તેવું કહી રહ્યા છે, પરંતુ વનવિભાગ સમગ્ર મામલાને બિન પાયાદાર અને ઉપજાવી કાઢેલો ગણાવીને સમગ્ર મામલે વિભાગને કોઈના કોઈ કારણે ચર્ચામાં રાખવા કેટલાક લોકો મથી રહ્યા છે. તેનું આ કારસ્તાન હોય પણ શકે છે. તેવુ વનવિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.


ABOUT THE AUTHOR

...view details