- જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચેરમેનોની નવી ચેમ્બર સામે મહિલા કોર્પોરેટરે ઉઠાવ્યો વિરોધ
- મનપાના ચેરમેનો માટે એલ્યુમિનિયમ પાર્ટીશનની ચેમ્બરનો કોર્પોરેટરે કર્યો વિરોધ
- જનરલ બોર્ડમાં આ મુદ્દો ઉઠાવવાની કરી વાત
જૂનાગઢઃ મનપામાં ચેરમેનો માટે એક રૂમની અંદર એલ્યુમિનિયમ પાર્ટીશન લગાવીને એક જગ્યા પર તમામ ચેરમેન બેસે તે માટેની ઓફિસો તૈયાર કરવામાં આવી છે. જેનો વિરોધ મનપાના એક કોર્પોરેટર કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે, કોરોના સંક્રમણ કાળમાં આ પ્રકારનો ખર્ચો કરવો અયોગ્ય છે.
જનરલ બોર્ડમાં આ મુદ્દે પ્રશ્ન ઉઠાવવાની કોર્પોરેટરે કરી વાત
વધુમાં રાજય સરકારે પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે તેમાં પણ કાપ મૂકીને ખર્ચ ઘટાડવાની વાત કરી છે. એલ્યુમિનિયમ પાર્ટીશન લગાવવાનો વિરોધ કોર્પોરેટર કરી રહ્યા છે, જેનો શનિવારના રોજ મળનારી જનરલ બોર્ડમાં પણ પ્રશ્ન ઉપસ્થિત કરવાની કોર્પોરેટરે વાત કરી છે.