- બાળકોમાં જોવા મળતાં સંચારી રોગ ને લઈને યોજવામાં આવી બેઠક
- બેઠકમાં બાળકોના પોષણને લઈને આપવામાં આવી માહિતી
- બાળકો પોષણયુક્ત આહાર ગ્રહણ કરે તે માટે આંગણવાડી કાર્યકરોને કરવામાં આવી તાકીદ
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં સંચારી રોગને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી અને બાળ કલ્યાણ અધિકારીની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંચારી રોગ ને લઈને ઉપસ્થિત આંગણવાડી અને બાલ વાડીના સંચાલકોને માહિતી પુરી પાડવામાં આવી હતી
બાળકોમાં જોવા મળતા સંચારી રોગ ને લઈને જિલ્લા પંચાયતમાં યોજાઇ બેઠક
બાળકોમાં સંચારી નામનો રોગ જોવા મળે છે આ રોગ પોષણક્ષમ આહાર નહીં મળવાને કારણે થતો હોવાની એક માન્યતા છે. જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં સંચારી રોગને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી અને બાળ કલ્યાણ વિકાસ અધિકારીની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીમાં આવતા બાળકોને ખાસ તકેદારી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આંગણવાડીની સંચાલકોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.