- ગિરનારની લીલી પરિક્રમાને લઈને ભવનાથ મંદિરમાં સાધુ-સંતોની યોજાઇ બેઠક
- કારતક સુદ અગિયારસના સાધુ-સંતો કરશે પ્રતીકાત્મક ગિરનારની લીલી પરિક્રમા
- ઉજ્જૈન અને હરિદ્વારથી આવેલા સંન્યાસીઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો
જૂનાગઢઃ કારતક સુદ અગિયારસને મધ્ય રાત્રીના 12 કલાકે પાવનકારી ગરવા ગિરનારની લીલી પરિક્રમા(Girnar Lili Parikrama 2021) પ્રતિકાત્મક રૂપે 400 સાધુ-સંતોની મર્યાદામાં શરૂ કરવામાં આવશે જેને લઈને આજે ભવનાથ મંદિર પરીક્ષેત્ર ના સાધુ સંતો મહંતો અને અખાડાના પદાધિકારી સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરમાં(Bhavnath Temple) સંત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આગામી ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા(Girnar Lili Parikrama) ને લઈને તમામ સાધુ-સંતોએ બે કલાકની મનોમંથન બેઠકનો આયોજન કર્યું હતુ ત્યારબાદ સાધુ-સંતો વન વિભાગના અધિકારીઓની સાથે પરિક્રમા રૂટ પર નિરીક્ષણ માટે રવાના થયા હતા.
ગિરનાર મહાશિવરાત્રી અને પરિક્રમાના મેળામાંસંન્યાસીઓ હાજરી હોય છે
ગિરનાર પરિક્ષેત્રમાં આયોજિત મહાશિવરાત્રી (Mahashivaratri)અને પરિક્રમા ના મેળામાં મોટી સંખ્યામાં નાગા સંન્યાસીઓ હાજરી આપતા હોય છે. હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ ભવનાથમાં આયોજિત તમામ મેળાઓ શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ ને સમર્પિત હોય છે. ત્યારે સતત બીજા વર્ષે ગરવા ગિરનારની લીલી પરિક્રમા પ્રતિકાત્મક રૂપે કરવાના સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના આ નિર્ણય સામે નાગા સંન્યાસીઓ એ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.