- ગાંધીજયંતીને લઈને ખાદીની ખરીદીમાં લોકોનો ઉત્સાહ
- આજથી એક મહિના સુધી ખાદીના વસ્ત્રોની ખરીદી પર 25 ટકા મળી રહ્યું છે વળતર
- દર વર્ષે ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદીમાં જોવા મળે છે વિશેષ ઉત્સાહ
જૂનાગઢ: આજે ગાંધી જયંતીનો પ્રસંગ છે, ત્યારે જૂનાગઢના લોકોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજના દિવસે યાદ કરીને ખાદીની વિશેષ ખરીદી કરી હતી. જૂનાગઢમાં આવેલા ખાદી ભંડારમાં મોટી સંખ્યામાં લોકોએ ખાદીના વસ્ત્રોની ખરીદી કરીને બાપુને તેમની શ્રદ્ધાંજલિ અર્પી હતી. જૂનાગઢના ખાદી ભંડારમાં એક મહિના સુધી 25 ટકા જેટલું વળતર પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો લાભ પણ ઓક્ટોબર માસ દરમ્યાન ખાદીની ખરીદી કરવા માટે આવતા પ્રત્યેક ગ્રાહકોને મળી રહેશે.
ગાંધી જયંતીના પ્રસંગે જૂનાગઢમાં ખાદી ખરીદવા માટે લોકોની ભારે ભીડ, 25 ટકા વળતર આ પણ વાંચો: ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આત્મકથાનું કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન
દર વર્ષે 2 જી ઓક્ટોબરથી લઈને એક મહિના સુધી ખાદીની ખરીદીમાં જોવા મળે છે વિશેષ રુચિ
પાછલા કેટલાક વર્ષોથી મહાત્મા ગાંધીની જન્મ જયંતી એટલે કે 2 જી ઓક્ટોબરના દિવસે ખાદી ખરીદવાની પરંપરા શરૂ થઇ છે, તેમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ઓક્ટોબર માસના બીજા દિવસથી શરૂ કરીને 30 દિવસ સુધી 20 ટકાથી લઈને 25 ટકા સુધીનું વળતર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. જેને લઇને પણ મોટી સંખ્યામાં ગ્રાહકો સમગ્ર મહિના દરમિયાન ખાદીની વિશેષ ખરીદી કરતા જોવા મળે છે.
આ પણ વાંચો: International Non Violence Day : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ
- મહાત્મા ગાંધીની 152 મી જન્મ જયંતિ નિમિતે, રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધીએ આ પ્રસંગે રાજધાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે મોદી અને અન્ય નેતાઓએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
- મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ગોરા જમીનદારો વિરૂદ્ધ શરૂ થયેલા ચંપારણના ખેડૂતોનું આંદોલન રાષ્ટ્રવ્યાપી થઈ ગયું હતું. અંગ્રેજી શાસકોએ તેમની સામે ઝૂકવું પડ્યું હતું અને ખેડૂતો પર લગાવવામાં આવેલા તમામ બળજબરીપૂર્વકના કરવેરા હટાવી લેવાયા હતા. ચંપારણમાં સફળ થયેલા સત્યાગ્રહે દેશની આઝાદીનો માર્ગ મોકળો કર્યો હતો અને આ સત્યાગ્રહથી જ ગાંધીજીને 'મહાત્મા'નું બિરૂદ મળ્યું હતું.