ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ કેશોદના નાની ઘંસારી ગામે મકાન ધરાશાયી - જૂનાગઢનાસમાચાર

કેશોદ જિલ્લાના નાની ઘંસારી ગામમાં એક કાચું મકાન ઘરાશાયી થયું હતુ. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારનું મકાન ધરાશયી થતાં પરિવાર લાચાર બન્યો છે. આ પરિવાર સરકાર દ્વારા આશરો બનાવી આપવાની આશા રાખી રહ્યો છે.

A house collapsed
A house collapsed

By

Published : Jun 22, 2020, 10:55 AM IST

જૂનાગઢ: કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના દેવાયતભાઈ માધાભાઈ મકડીયાનું કાચું મકાન ધરાશાયી થયુ છે. જોકે ઘર પહેલેથી જ જર્જરીત હાલતમાં હતું. મકાનમાં આ પરિવાર ટેકા ભરાવી જીવના જોખમે રહેતો હતો. જે મકાન પણ ગમે ત્યારે ધરાશયી થાય તેવી શક્યતા હતી. હાલ ચોમાસું શરૂ હોય જર્જરીત મકાનમાં ના છૂટકે જીવના જોખમે રહેવુ પડે છે.

જૂનાગઢ કેશોદના નાની ઘંસારી ગામે મકાન ધરાશયી

પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે રજુઆત કરેલી છે. લાંબો સમય બાદ પણ મકાન મંજુર થયેલું ન હોય અને હાલમાં દેશી મકાનમાં રહે છે. ખેત મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે રહેવા માટેનો આશરો બનાવી આપવા સરકાર પાસે માંગણી કરી રહયા છે.

ABOUT THE AUTHOR

...view details