ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતમાં આજે પણ હિન્દુ રાજસત્તાની સાથે ધર્મસત્તાનો અભાવ જોવા મળે છે: પૂર્વ IPS અધિકારી ડી.જી.વણઝારા - ધર્મસત્તાનો અભાવ

જૂનાગઢની ગિરિ તળેટીમાં બુધવારે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ IPS અધિકારી ડી.જી.વણઝારાએ ખાસ હાજરી આપી હતી. આ ધર્મ સભામાં બોલતા પૂર્વ પોલીસ અધિકારી ડી.જી.વણઝારાએ (Former IPS Officer DG Vanzara) તેમના કડક શબ્દોમાં સૂર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભારતમાં હિન્દુ રાજસત્તાની સાથે હિન્દુ ધર્મ સત્તાનો પણ અભાવ જોવા મળે છે. સમગ્ર વિશ્વના દેશોમાં ભારતમાં આ પ્રકારની અનિશ્ચિતતા એકમાત્ર જોવા મળે છે. તેમણે પૂર્વ અને વર્તમાન શાસકો સામે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

foothills of Junagadh
foothills of Junagadh

By

Published : Nov 25, 2021, 8:44 AM IST

  • પૂર્વ IPS અધિકારી ડી.જી.વણઝારાના જૂનાગઢમાં કડક બોલ
  • ભારતમાં હિન્દુ રાજ્ય સત્તાની સાથે ધર્મ સત્તાનો પણ જોવા મળે છે અભાવ
  • પૂર્વ IPS અધિકારીએ વર્તમાન અને પૂર્વ શાસકો સામે વ્યક્ત કરી પોતાની નારાજગી

જૂનાગઢ: ગિરિ તળેટીમાં બુધવારે રાજસત્તાની સાથે ધર્મસત્તા આ વિષય પર ધર્મસભાનું આયોજન (Planning of Dharmasabha in Junagadh) કરવામાં આવ્યું હતું. જેમાં સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા સંતોની સાથે પૂર્વ IPS અધિકારી ડી.જી.વણઝારા (Former IPS Officer DG Vanzara) પણ જોડાયા આ સભામાં તેમણે સંતોને ઉદ્બોબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત સમગ્ર વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે અહીં હિન્દુ રાજ્ય સત્તાની સાથે ધર્મ સત્તાનો આજે પણ અભાવ જોવા મળે છે. વિશ્વના તમામ દેશોમાં રાજસત્તાની સાથે જે તે દેશના ધર્મનીસત્તા જોવા મળે છે પરંતુ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના દેશ ભારતમાં આજે પણ હિંદુ રાજસત્તાની સાથે ધર્મસત્તાનો અભાવ (Lack of religious authority) જોવા મળે છે.

આ પણ વાંચો: જૂનાગઢની મહિલા ત્રણ બાળકો સાથે પ્રેમી સાથે રહેવા ગઈ

પૂર્વ IPS ડી.જી વણઝારાએ પૂર્વ અને વર્તમાન શાસકોને ગણાવ્યા જવાબદાર

પૂર્વ IPS અધિકારી ડી.જી.વણઝારાએ ભારતમાં હિન્દુરાજ્સત્તાની સાથે ધર્મસત્તાના સ્થાપનને (Planning of Dharmasabha in Junagadh) લઈને વર્તમાન અને પૂર્વ શાસકોને જવાબદાર ઠેરવ્યા છે. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિનો આ દેશ આજે હિન્દુ બહુલીક દેશ (Lack of religious authority) માનવામાં આવે છે તેમ છતાં આજ દિન સુધી હિન્દુ રાજ્સત્તાની સાથે ધર્મસત્તાનું સ્થાપન હજુ સુધી ભારતમાં થયું નથી. જેને લઈને તેમણે રાજકીય ઇચ્છાશક્તિની સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાની નારાજગી પણ દર્શાવી હતી. સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ ધરાવતા ભારતમાં જ્યારે લોકશાહી જોવા મળતી ન હતી, ત્યારે રાજસતાની સાથે સમાંતર ધર્મ સત્તા ચાલતી હતી પરંતુ આઝાદ ભારતમાં આ પ્રકારની વ્યવસ્થા પડી ભાંગી છે. જેને ખૂબ જ દુઃખદ ગણાવતાં ડી.જી.વણઝારાએ (Former IPS Officer DG Vanzara) રાજકીય ઇચ્છાશક્તિ પર રોષ વ્યક્ત કર્યો હતો અને રાષ્ટ્રના યુવાનો અને સાધુસંતોને જાગૃત બનવા માટે હાકલ કરી હતી.

આ પણ વાંચો: જૂનાગઢ શહેરના માર્ગો પર નોન-વેજ અને ઈંડા લારીઓ દૂર કરવા મનપાનો આદેશ

ABOUT THE AUTHOR

...view details