જૂનાગઢઃ દામોદર કુંડ ખાતે ભક્તો આજે આસ્થાની ડૂબકી લગાવી (A crowd of devotees at Damodar Kund in Junagadh) રહ્યા છે. આજે શનિ અમાસ નિમિત્તે ધાર્મિક અને પિતૃતર્પણની વિધિ કરવાનો શ્રેષ્ઠ યોગ છે. આજે શનિવાર અને અમાસનો પવિત્ર સંયોગ થયો છે. આજના દિવસને હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં શનિ અમાસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ માટે ભક્તોની ભીડ પિતૃતર્પણ કરવાનો આજે શ્રેષ્ઠ યોગ -શનિવારના દિવસે આવતી અમાસનો હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ વિશેષ મહત્વના દિવસ તરીકે આલેખવામાં આવ્યો છે. આજના દિવસે ધાર્મિક અને પિતૃતર્પણ અને પિતૃ દોષ નિવારણ માટે કાર્ય કરવાનો સર્વશ્રેષ્ઠ માનવામાં (Pitrutarpan Vidhi at Damodar kund) આવે છે. ત્યારે આજે આ શનિશ્વરી અમાસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. સાથે જ ભાવિકોએ પીપળે પાણી પણ રેડ્યું હતું.
આ પણ વાંચો-સરામણ એટલે કે માથે મુંડન કરાવીને કરવામાં આવતી પિતૃતર્પણ વિધિ અને શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચતું હોવાની ધાર્મિક પરંપરા
દામોદર કુંડમાં વહેલી સવારથી ભક્તોની ભીડ - દામોદર કુંડ ખાતે ધાર્મિક આસ્થા અને ભાવના સાથે શનિશ્ચરી અમાસની ઉજવણી (Pitrutarpan Vidhi at Damodar kund) કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ વિધિ (Pitrutarpan Vidhi at Damodar kund) કરવા માટે વહેલી સવારથી આવી રહ્યા છે.
આ પણ વાંચો-સોમવતી અમાસઃ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા સ્નાન તેમજ પિતૃતર્પણ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા
હિન્દુ ધર્મમાં ચૈત્ર કારતક અને ભાદરવા અમાસે સ્નાનનું મહત્વ -હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ચૈત્ર કારતક અને ભાદરવા મહિનામાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ આલેખવામાં આવ્યું છે આ મહિનાઓ દરમિયાન આવતી પ્રત્યેક અમાસે પવિત્ર ઘાટ નદી સરોવર અને કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હિંદુ ધર્મ સંસ્કૃતિમાં આલેખવામાં આવ્યું છે તે મુજબ આજે શનિશ્વરી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ પવિત્ર દામોદર કુંડ ખાતે પોતાના પિતૃઓનું તર્પણ (Pitrutarpan Vidhi at Damodar kund) કરીને શનિશ્વરી અમાસના ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરી હતી આજે વૈદિક મંત્રોચ્ચાર અને પંડીતોની હાજરીમાં ભક્તોએ પોતાના પિતૃઓનું પૂજન (Pitrutarpan Vidhi at Damodar kund) કરી આસ્થાની ડૂબકી દામોદર કુંડમાં લગાવીને શનિશ્વરી અમાસના દિવસે પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિમાં જોડાઈને માન્યતા પ્રાપ્ત કરી હતી.