જૂનાગઢરક્ષાબંધનના દિવસે Raksha Bandhan 2022 બહેન ભાઈને રાખડી બાંધીને તેના જીવનમાં ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરે છે. બીજી તરફ જૂનાગઢમાં એક એવું ગામ છે કે અહીં 200 વર્ષથી દર વર્ષે રક્ષાબંધનના દિવસે ખેડૂત યુવાનોની દોડ Farmers Race in Junagadh યોજાય છે. તો આ વખતે પણ યોજાયેલી આ દોડમાં 15 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.
4 કિમીની યોજાઈ દોડ આ રક્ષાબંધનના દિવસે કોડીનાર તાલુકાના કડોદરા ગામથી દેવડી ગામ Traditional competition of farmers on Raksha Bandhan 4 કિલોમીટરની દોડ યોજાઈ હતી, જે યુવાનોએ માત્ર 9.5 મિનીટમાં પૂર્ણ કરી હતી. તો આ સ્પર્ધામાં વિજેતા થયેલા યુવાન ખેડૂતોને પ્રતિકરૂપે હળથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
ખેડૂતોને કરાયા સન્માનિત આ ગામમાં છેલ્લા 200 વર્ષથી ખેડૂતોની અનોખી દોડ સ્પર્ધા યોજવાની Farmers Race in Junagadh પરંપરા છે. આ સ્પર્ધામાં દેદાની દેવડી ગામના યુવાન ખેડૂતો ભાગ લઈ શકે છે. તો આ સ્પર્ધાનું આયોજન પાછલા 200 વર્ષથી દેવડી ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવે છે. આ સ્પર્ધા દેવડી નજીક આવેલા કડોદરા ગામથી શરૂ Traditional competition of farmers on Raksha Bandhan થાય છે અને 4 કિલોમીટર બાદ દેદાની દેવડી ગામમાં સ્પર્ધા પૂર્ણ થાય છે. આ સ્પર્ધાને 9 મિનીટ કરતા વધુના સમયે પૂર્ણ કરીને ખેડૂત યુવાનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહ્યા હતા.
આ પણ વાંચો21મી સદીમાં મહિલા બની પરિવાર માટે એક આધાર જે હજારો નહી પણ લાખો માટે છે પ્રેરણાત્મક