ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતી ફિલ્મોમાં રોકાણ કરવાના બહાને જૂનાગઢના યુવાન સાથે 9 લાખની છેતરપિંડી - investing in Gujarati films

જૂનાગઢના યુવાનને ગુજરાતી ફિલ્મો બનાવવાના વચનો આપીને વડોદરાના રોહિત પટેલ અને પૂજા પંચાલે 9 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતી ફિલ્મોમાં રોકાણ કરવાના બહાને જૂનાગઢના યુવાન સાથે 9 લાખની છેતરપિંડી
ગુજરાતી ફિલ્મોમાં રોકાણ કરવાના બહાને જૂનાગઢના યુવાન સાથે 9 લાખની છેતરપિંડી

By

Published : Apr 1, 2021, 7:08 PM IST

  • ગુજરાતી ફિલ્મ બનાવવાના વચનો આપીને કરી છેતરપિંડી
  • હરીશ ઓઝા નામના વ્યક્તિ પાસેથી પડાવ્યા 9 લાખ રૂપિયા
  • છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી


જૂનાગઢ: હરીશ ઓઝા નામનો યુવાન 9 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યો છે. વડોદરામાં રહેતા રોહિત પટેલ અને પૂજા પંચાલ દ્વારા ગુજરાતી ફિલ્મ બનાવવાના બહાને હરીશ ઓઝા પાસેથી બે તબક્કામાં અનુક્રમે 5 અને 4 લાખ રૂપિયા પડાવ્યાની પોલીસ ફરિયાદ જૂનાગઢ પોલીસમથકે નોંધાવી છે. પોલીસે આ ફરિયાદને આધારે છેતરપિંડી કરનારા રોહિત પટેલ અને પૂજા પંચાલ સામે ગુનો નોંધીને તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતી ફિલ્મો બનાવવા સરકાર સબસીડી આપતી હોવાનું જણાવ્યું

રોહિત રોહિત પટેલ અને પૂજા પંચાલ દ્વારા ગુજરાતી ફિલ્મો બનાવવા માટે રાજ્ય સરકાર સબસીડી આપતી હોવાનું તેમજ ગુજરાતી ફિલ્મોમાં રોકાણ ફાયદાકારક હોવાનું હરીશ ઓઝાને જણાવ્યું હતું. વધુમાં આ બંને આરોપીઓ રોહિત પટેલ અને પૂજા પંચાલે ગુજરાતી ફિલ્મમાં રૂપિયાનું રોકાણ કરવાથી 4થી 5 મહિનામાં નાણાં ડબલ થઈ જતાં હોવાનું કહીને હરીશ ઓઝાને વિશ્વાસમાં લીધો હતો. જોકે, બાદમાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details