- આગામી 7મી તારીખથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાઓ થશે શરૂ
- પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીનીઓને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત કરાઈ
- ઘોડાસરા મહિલા કોલેજની 300 કરતાં વધુ વિદ્યાર્થીનીઓનું રસીકરણ કરાયું
જૂનાગઢ : ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Bhakt kavi narshi mehta university) દ્વારા આગામી 7મી તારીખ અને બુધવારના દિવસે યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં પરીક્ષા આપનારા પ્રત્યેક વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ (Corona transition) સામે સાવચેતી અને તકેદારી સાથે પરીક્ષાનું આયોજન (Exam planning) યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
પરીક્ષા પૂર્વે જૂનાગઢમાં મહિલા કોલેજની 300 વિદ્યાર્થીનીઓને રસીથી સુરક્ષિત કરાઈ આરોગ્ય વિભાગની તમામ ગાઈડલાઈન સાથે યોજાશે પરીક્ષા
પરીક્ષા દરમિયાન પ્રત્યેક વિદ્યાર્થી અને પરીક્ષા કામગીરીમાં શામેલ પ્રત્યેક કર્મચારીએ કોરોના સંક્રમણ સામે રાજ્ય સરકાર તેમજ આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા સૂચવવામાં આવેલા દિશા- નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાની શરતે પરીક્ષાઓનુ આયોજન થયું છે. જેના ભાગરૂપે શનિવારે જૂનાગઢ (Junagadh) માં વિદ્યાર્થીનીઓને કોરોના રસીકરણ અભિયાન (Corona vaccination campaign) ની શરૂઆત કરવામાં આવી છે.
પરીક્ષા પૂર્વે જૂનાગઢમાં મહિલા કોલેજની 300 વિદ્યાર્થીનીઓને રસીથી સુરક્ષિત કરાઈ આ પણ વાંચો : Vaccination campaign: ગીર-સોમનાથ જિલ્લામાં ફકત પાંચ રસીકરણ કેન્દ્ર હોવાથી લોકોને કરવી પડી રઝળપાટ
ઘોડાસરા મહિલા કોલેજની 300 કરતાં વધુ વિદ્યાર્થીનીઓને રસીકરણથી સુરક્ષિત કરાઈ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Bhakt kavi narshi mehta university) ની પરીક્ષાનું એક કેન્દ્ર ઘોડાસરા મહિલા કોલેજ પણ છે. અહીં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરતી 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને શનિવારે કોરોના સંક્રમણ સામે રક્ષણ મળે તે માટે રસીકરણ મહા અભિયાન અંતર્ગત તમામ વિદ્યાર્થીનીઓને રસી આપીને સંભવિત કોરોના વાઈરસના સંક્રમણ સામે સુરક્ષિત કરવામાં આવી હતી. આ રસીકરણ અભિયાન (vaccination campaign)માં આરોગ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.
પરીક્ષા પૂર્વે જૂનાગઢમાં મહિલા કોલેજની 300 વિદ્યાર્થીનીઓને રસીથી સુરક્ષિત કરાઈ આ પણ વાંચો : Corona Vaccination Campaign: નવસારીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ
વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ ભેર રસીકરણમાં ભાગ લીધો
શનિવારે મોટી સંખ્યામાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ ભેર રસીકરણમાં ભાગ લઈને સુરક્ષિત રીતે આગામી 7મી જુલાઈથી શરૂ થઇ રહેલી પરીક્ષાઓને લઈને તૈયારીઓની શરૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા દોઢ વર્ષથી ભૌતિક રીતે પરીક્ષાનું આયોજન થયું ન હતું. આગામી 7મી તારીખથી પ્રથમ વખત વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ પરીક્ષા આપવા જઇ રહ્યા છે. જેને કારણે તમામ તકેદારીનું પાલન કરવાની શરૂઆત થઇ ચૂકી છે.