જૂૂનાગઢમાં 27મી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનું આયોજન, બાળ વૈજ્ઞાનિકોએ રજુ કર્યા સંશોધનો - બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસ
જૂનાગઢઃ રાષ્ટ્રીય ચિલ્ડ્રન સાયન્સ પરિષદ દ્વારા 27મી બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લાની 30 કરતાં વધુ શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન કોંગ્રેસમાં ભાગ લઈને સંશોધનો રજુ કર્યા હતાં.
27th children scientist congress junagadh
નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં બાળ વિજ્ઞાન કોંગ્રેસ પરિષદનો આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક કોંગ્રેસનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાની 30 કરતા વધુ શાળાઓએ ભાગ લઈને તેમના સંશોધનો રજુ કર્યા હતાં. રજુ થયેલા સંશોધનો પૈકી સર્વશ્રેષ્ઠ 10 સંશોધનોને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે, જેમાં બાળ વૈજ્ઞાનિકો રાજ્યકક્ષાએ ભાગ લેશે.