ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાને પગલે આવતી કાલે સમગ્ર ભારતમાં કરફ્યૂ, જૂનાગઢમાં રહેનારા બાહરના મુસાફરોએ પકડી વતનની વાટ

વડાપ્રધાને આવતી કાલે એટલે કે, 22 માર્ચના રોજ સમગ્ર દેશમાં જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત જાહેર પરિવહન ક્ષેત્રના બસ અને ટ્રેન પણ 24 કલાક માટે બંધ કરવામાં આવશે. જૂનાગઢમાં આવેલા અન્ય પ્રાંત અને જિલ્લાના લોકો શનિવારે જ પોતાના વતન તરફ રવાના થયા હતા.

because of 22 march curfew: Travelers from other districts in Junagadh leave for home
આવતી કાલના જનતા કરફ્યુ પહેલા જૂનાગઢમાં આવેલા અન્ય જિલ્લાના મુસાફરો વતન ભણી રવાના

By

Published : Mar 21, 2020, 4:01 PM IST

Updated : Mar 21, 2020, 5:12 PM IST

જૂનાગઢઃ 22 માર્ચના રોજ સમગ્ર દેશમાં જનતા કરફ્યૂનો માહોલ જોવા મળશે. જનતા કરફ્યૂના માહોલના દિવસમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પરિવહન ક્ષેત્રના વાહનો પણ 24 કલાક માટે આ કરફ્યૂમાં જોડાઈને કોરોના વાઇરસ સામેની લડતમાં સહભાગી બનશે. આ કારણે બસ અને ટ્રેન જેવી સુવિધાઓ 24 કલાક માટે સમગ્ર દેશમાં બંધ જોવા મળશે.

જાહેર પરિવહન ક્ષેત્રના બસ અને ટ્રેન 24 કલાક માટે બંધ કરવામાં આવ્યા

શહેરમાં આવેલા અન્ય જિલ્લાના લોકો પણ હવે તેમના વતન ભણી જતા જોવા મળી રહ્યા હતા. શનિવારે જ્યારે સમગ્ર દેશમાં પરિવહન ઠપ્પ થવાનું છે, ત્યારે અન્ય પ્રાંતના મુસાફરો કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ફસાવા કરતાં પોતાના વતનમાં પરિવાર સાથે રહેવાનું વધુ સુરક્ષિત માની રહ્યા છે. તેના જ કારણે મુસાફરો શનિવારે રાત્રીના 12 કલાક પહેલાં જૂનાગઢમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યા છે.

Last Updated : Mar 21, 2020, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details