ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં ઉતરાયણ વખતે પતંગ અને દોરીના ભાવમાં થયો 20થી 50 ટકા સુધીનો વધારો

જૂનાગઢમાં આ વખતે પતંગ અને દોરીના ભાવમાં 20થી 50 ટકા સુધીનો ભાવ વધારો(Price increase in kite) થયેલો જોવા મળી રહ્યો છે. ભાવમાં વધારો થયો હોવા છતા પતંગ રસિકોમાં કોઇજ ફરક જોવા મળી રહ્યો નથી, તેઓ મોંઘી પતંગ અને દોરીની ખરીદી કરીને પણ પતંગ ચગાવશે.

જૂનાગઢમાં ઉતરાયણ વખતે પતંગ અને દોરીના ભાવમાં થયો 20થી 50 ટકા સુધીનો વધારો
જૂનાગઢમાં ઉતરાયણ વખતે પતંગ અને દોરીના ભાવમાં થયો 20થી 50 ટકા સુધીનો વધારો

By

Published : Jan 11, 2022, 4:46 PM IST

જૂનાગઢ : ઉત્તરાયણના તહેવાર(Festival of Uttarayan)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ અને દોરીના બજાર ભાવમાં 20થી 50 ટકા સુધીનો ભાવ વધારો(Price increase in kite) જોવા મળી રહ્યો છે. બજારોમાં અમદાવાદ, જોધપુર, મથુરા અને મધ્યપ્રદેશના વિખ્યાત પતંગો જોવા મળી રહ્યા છે. ભાવમાં થયેલા વધારાને કારણે પતંગ અને દોરીની ખરીદી હાલ મર્યાદિત બની રહી છે, પરંતુ આગામી દિવસોમાં ગ્રાહકોની ખરીદીમાં વધારો થશે તેવી આશા પતંગના વેપારીઓ સેવી રહ્યા છે.

જૂનાગઢમાં ઉતરાયણ વખતે પતંગ અને દોરીના ભાવમાં થયો 20થી 50 ટકા સુધીનો વધારો

ભાવ વધારા પાછળનું કારણ

બજારમાં હાલ વિવિધ પ્રકારનાં પતંગ અને દોરી જોવા મળી રહી છે. આ વર્ષે ભાવમાં વધારાનું કારણ(reason behind the increase in price of kites) એ છે કે, આ વખતે પતંગનું ઉત્પાદન મર્યાદિત પ્રમાણમાં થયું છે, તેમજ કાચા માલના ભાવમાં પણ આ વખતે સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. ઉતરાયણનો તહેવાર છે એટલે લોકો ભાવ વધારો થયો હોવા છતાં પણ પતંગ અને દોરીની ખરીદી કરીને આકાશને રંગબેરંગી કરવા માટે ખરીદી કરશે તેવો આશાવાદ પતંગના વેપારીઓ રાખી રહ્યા છે.

જૂનાગઢમાં ઉતરાયણ વખતે પતંગ અને દોરીના ભાવમાં થયો 20થી 50 ટકા સુધીનો વધારો

આ પણ વાંચો :Uttarayan 2022 Gujarat: દેશ-વિદેશના પતંગ રસિયાઓમાં પહેલી પસંદ છે સુરતી માંજો

આ પણ વાંચો : Uttarayan 2022 Jamnagar: પતંગ અને દોરીમાં ભાવ વધારાથી ખુદ વેપારીઓ અકળાયા, લગાવ્યા બેનર

ABOUT THE AUTHOR

...view details