- જૂનાગઢમાં પડ્યો ધોધમાર બે ઈંચ કરતાં વધુ વરસાદ
- વરસાદ પડવાને કારણે જૂનાગઢ શહેરમાં ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવ
- ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદને કારણે ભવનાથમાં પણ જોવા મળ્યું વરસાદી વાતાવરણ
જૂનાગઢઃ શહેરના ભવનાથ તળેટીમાં આજે અચાનક પડેલાં સારા વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યાં છે. આજે સવારના દસ વાગ્યાના અરસામાં શહેરમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેને કારણે શહેરના માર્ગો પર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા હતાં. સવારના 10 થી લઇને 12 વાગ્યા સુધીના અરસામાં ધોધમાર બે ઈંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ ગિરનાર પર્વત પર પણ અતિભારે વરસાદ પડ્યો છે જેને કારણે ભવનાથ ક્ષેત્ર પણ વરસાદી પાણીથી તરબતર થતું જોવા મળી રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ
હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસો દરમિયાન અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે બંગાળના અખાતમાં હવાનું નીચું દબાણ સર્જાયું છે. જેને કારણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવી પરિસ્થિતિમાં આજે વહેલી સવારે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડી ગયો છે અને હજુ ધોધમાર વરસાદ પડી શકે તેવું વાતાવરણ જૂનાગઢ શહેર અને જિલ્લાના કેટલાક તાલુકાઓમાં જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ ભવનાથમાં ગણપતિદાદાને 551 કિલોનો બુંદીનો લાડુ ધરાવાયો, ભક્તોમાં પ્રસાદરૂપે વિતરિત થયો
જૂનાગઢમાં મેઘો મહેરબાન, બે કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદથી શહેર અને ભવનાથ તળેટી પાણીપાણી - ચોમાસુ2021
જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેર અને ભવનાથ તળેટીમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળતાં હતાં. અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે દસ વાગ્યાની આસપાસ જૂનાગઢ શહેરનું વાતાવરણ એકદમ વરસાદી બનેલું જોવા મળ્યું હતું.
જૂનાગઢમાં મેઘો મહેરબાન, બે કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદથી શહેર અને ભવનાથ તળેટી પાણીપાણી