ગુજરાતના ખ્યાતનામ કવિ રમેશ પારેખની આજે પુણ્યતિથિ, ETV ભારત પરિવારે આપી શ્રદ્ધાંજલિ - latest news of junagadh
ગુજરાતી સાહિત્યમાં મુઠ્ઠી ઊંચેરું અને અદકેરું નામ એટલે અમરેલીના કવિ રમેશ પારેખ. વર્ષ 2006ની 17મી મેના રોજ રમેશ પારેખ આપણી વચ્ચેથી વિદાય લીધી. આજે રમેશ પારેખની 14મી પુણ્યતિથિ નિમિત્તે ETV ભારત પરિવાર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.
![ગુજરાતના ખ્યાતનામ કવિ રમેશ પારેખની આજે પુણ્યતિથિ, ETV ભારત પરિવારે આપી શ્રદ્ધાંજલિ ramesh parekh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7235674-thumbnail-3x2-jnd.jpg)
જૂનાગઢઃ સાહિત્ય જગતની એક એવી હસ્તી કે, જેનું નામ અમરવેલી સાથે જોડાયેલું છે અમરવેલી નામ પડતા જ સૌ કોઈના મુખે છ અક્ષરનું નામ એટલે રમેશ પારેખ આવ્યા વિના રહે ખરું અમરેલીની જમીન સાથે જોડાયેલા અને સમગ્ર રાજ્યની સાથે દેશના સાહિત્ય ક્ષેત્રમાં શબ્દોને કવિતાઓ થકી નાના એવા અમરેલીને ઉજ્જવળ કરનાર રમેશ પારેખની આજે 14મી પુણ્યતિથી છે તેમની આ પુણ્યતિથિ નિમિત્તે ETV ભારત પરિવાર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. રમેશ પારેખ તેમની રચનાઓથી લઈને આજે પણ આપણી વચ્ચે આપણી આસપાસ ક્યાંક સતત હાજર હોય તેઓ અનુભવ આજે પણ થઈ રહ્યો છે.