ગુજરાત

gujarat

જૂનાગઢમાં 1 લાખની લોનનું ફોર્મ મળવું મુશ્કેલ, સહકારી બેન્કોમાં લગાવાઈ સૂચના

By

Published : May 21, 2020, 3:44 PM IST

કોરોના રાહત પેકેજ અન્વયે 1 લાખ રૂપિયાની લોનના ફોર્મ વિતરણ જૂનાગઢની સહકારી બેન્કોમાં આજે ગુરુવારે થવું ખૂબ જ મુશ્કેલ છે. તકનીકી કારણોસર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો પરિપત્ર કે, લોન અંગેની કોઈ સૂચનાઓ બેંકને અત્યાર સુધી પ્રાપ્ત થઈ નથી. જેને લઇને 1 લાખની લોનના ફોર્મનું વિતરણ થવું મુશ્કેલ જણાય રહ્યું છે.

junagadh
1 લાખની લોનનું ફોર્મ વિતરણ

જૂનાગઢ: કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે તે સમયે સરકાર દ્વારા 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તે અંતર્ગત કેટલાક જરૂરિયાતમંદ અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ધારાધોરણ અને દિશા નિર્દેશો અનુસાર જે વ્યક્તિનો આવક મર્યાદાને ધ્યાને લઇને લોન મેળવવા માટે પાત્રતા થતા હોય તેવા તમામ લોકો ગુરુવારથી એક લાખ રૂપિયાની લોનના ફોર્મનું વિતરણ સમગ્ર દેશની સહકારી બેંકોની શાખાઓમાંથી શરૂ થવાનું હતું. પરંતુ આજે ગુરુવારના રોજ જૂનાગઢની સહકારી બેંકોની શાખાઓમાં ફોર્મનું વિતરણ નહી કરવામાં આવે તેવી સૂચના જાહેર કરવામાં આવી છે.

જૂનાગઢમાં 1 લાખની લોનનું ફોર્મ મળવું મુશ્કેલ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નાના લઘુ અને ગૃહ ઉદ્યોગ ચલાવતા ઉદ્યોગ કારોને આજથી એક લાખ રૂપિયાની મર્યાદામાં વાર્ષિક બે ટકાના ધોરણે વ્યાજ સાથે ધિરાણ આપવાની યોજના અમલમાં આવી રહી હતી. સહકારી બેંકની શાખામાં લોન સહાય મેળવવા માટેના ફોર્મનું વિતરણ થવાનું હતું.

પરંતુ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ધિરાણ યોજનાને લઈને કોઈપણ પ્રકારના દિશાનિર્દેશો તેમજ સૂચનાઓ હજુ સુધી બેંકોને મળી નથી જેને ધ્યાને રાખીને જૂનાગઢ શહેરમાં એક પણ ફોર્મનું વિતરણ નહીં થાય તેવી સૂચનાઓ બેંક પર લગાવી દેવામાં આવી છે. આવતી કાલે શુક્રવારે હવે સમગ્ર મામલાને લઇને સરકાર અને બેંકો કેવો નિર્ણય કરે છે તેને લઈને 1લાખ રૂપિયાની લોનના ઇચ્છુક લોકો ભારે આશા સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details