ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના નભોમંડળમાં સર્જાયો ઝીરો શેડો ડેનો નજારો,ફાયર સ્ટેશન ખાતે યોજાયું પ્રદર્શન - 4 જૂન 'ઝીરો શેડો ડે'

જામનગરના નભોમંડળમાં શુક્રવારે વધુ એક ખગોળીય ઘટના સર્જાઇ છે. 4 જૂનને શુક્રવારે 'ઝીરો શેડો ડે' તરીકે ઉજવવામાં આવ્યો છે.આજે બપોરે 12.49 મિનિટે સૂર્ય માથા પર આવ્યો હતો અને તે સાથે પડછાયો પડવો બંધ થઈ ગયો હતો. જેથી 4 જૂન 'ઝીરો શેડો ડે' તરીકે રહેશે. ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે, તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે. જેને 'ઝીરો શેડો ડે' તરીકે ઓળખવામાં આવે છે.

જામનગરના નભોમંડળમાં સર્જાયો ઝીરો શેડો ડેનો નજારો,ફાયર સ્ટેશન ખાતે યોજાયું પ્રદર્શન
જામનગરના નભોમંડળમાં સર્જાયો ઝીરો શેડો ડેનો નજારો,ફાયર સ્ટેશન ખાતે યોજાયું પ્રદર્શન

By

Published : Jun 4, 2021, 3:00 PM IST

• વર્ષ દરમિયાન બે વખત સર્જાતી અદ્ભુત ખગોળીય ઘટના
• મેયર,કમિશનર,ડેપ્યુટી કમિશનર અને ખગોળ વૈજ્ઞાનિક રહ્યાં ઉપસ્થિત
• ફાયર સ્ટેશન ખાતે યોજાયું પ્રદર્શન

જામનગરઃ આપણી પૃથ્વી સૂર્યની આસપાસ 23.5 ડિગ્રીએ નમીને પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય તેની વાર્ષિક ગતિ દરમિયાન ઉત્તરાયણની દિશામાં અને દક્ષિણાયનની દિશામાં ચોકકસ અંતરે 23.5 કર્કંવૃત અને 23.5 મકરવૃત વચ્ચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેકન્ડ માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે. જુદા જુદા સ્થાન માટે આ તારીખો અલગઅલગ હોય છે.

• આવતીકાલે ધ્રોલમાં પણ જોવા મળશે નજારો

જામનગર શહેરમાં 4 જૂનના રોજ પડછાયો અદ્રશ્ય થતો દેખાયો છે. સૂર્યનું ડેકલીનેશન અને સ્થળના અક્ષાંશ સરખા હોય અને સૂર્ય લોકલ મેરીડીયનને ક્રોસ કરે ત્યારે કિરણ બરાબર લંબ રુપે પડે છે. જામનગરના અક્ષાંશ 22.47 અને રેખાંશ 70.05 -ઈ. છે. એટલે સ્થાનિક સમયનો તફાવત 49 મીનીટ અને 40 સેકન્ડનો થાય. એટલે જામનગરમાં શુક્રવારે 4 જૂને 'ઝીરો શેડો ડે' નો સમય 12.49 કલાકનો રહ્યો છે તેેમ જામનગરના ખગોળ મંડળના કિરીટભાઈ શાહે જણાવ્યું છે.

જામનગરમાં જોવા મળ્યો ઝીરો શેડો ડે

ABOUT THE AUTHOR

...view details