- ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' ની સ્ટારકાસ્ટ જામનગરમાં
- જામનગર સખી મંડળ દ્વારા ફિલ્મ 'યુવા સરકાર' નિહાળવાનું આયોજન જામનગરમાં યુવા સરકાર ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ETV ભારતની ખાસ વાતચીત
જામનગર: યુવા સરકાર ફિલ્મ યુવાનોની પોલિટિકલ વિચારસરણી પર આધારિત છે. ખાસ કરીને આજના સમયમાં યુવકો રાજનીતિથી દૂર ભાગી રહ્યા છે. યંગ જનરેશન જુદા જુદા ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરી રહી છે. પરંતુ રાજનીતિનું નામ આવતા જ યંગ લોકો કારકિર્દી બનાવવાની ના પાડી દે છે. સિસ્ટમને બદલવાની વાત સૌ કોઈ કરે પણ એ સિસ્ટમને બદલવાની વાત આવે ત્યારે સૌ કોઇ સતત પોતાનો બચાવ કરતા જોવા મળે છે.
ફિલ્મના કલાકારો સાથે ખાસ વાતચીત
જામનગરમાં સખી મંડળ દ્વારા 'યુવા સરકાર' મુવી જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ફિલ્મ નિહાળવા માટે ઉમટ્યા હતા. 'યુવા સરકાર' ફિલ્મમાં ગાંધી વિચારને ફરી જીવંત કરવામાં આવ્યો છે. તેમજ ગાંધી રાસ પણ ગુજરાતી ફિલ્મમાં પહેલી વખત જોવા મળ્યું છે.
ઇટીવી ભારત સાથે વાત કરતા ફિલ્મના કલાકારોએ દર્શકોને અપીલ કરી હતી કે કોરોના મહામારીમાં લોકો છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર નીકળી શક્યા ન હતા. હવે અનલોકમાં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ યુવા સરકાર છે. એટલે લોકો મનોરંજન માટે હવે યુવા સરકાર નિહાળે. સિનેમા ઘરોમાં પણ હવે સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત, સેનેટાઇઝરની વ્યવસ્થા રાખવામાં આવી છે..